કોમનવેલ્થ ગેમ્સ અપડેટઃ ભારતને રેસલિંગમાં ત્રણ ગોલ્ડ અને વીમેન્સ હોકીમાં બ્રોન્ઝ માટે લડશે

| Updated: August 6, 2022 1:16 pm

કોમનવેલ્થ ગેમ્સમાં (#Commonwealth games) ભારત માટે શુક્રવાર ગોલ્ડન રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલિસ્ટ બજરંગ પુનિયાએ (#Bajaranj Punia) ગોલ્ડ જીત્યો હતો,સાક્ષી મલિકે (#Sakshi Malik) પણ શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ જીત્યો હતો. તેના પછી દીપક પુનિયાએ (#Deepak Punia) પણ 86 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. આમ શુક્રવારે ભારતીય રેસલરોએ ત્રણ ગોલ્ડ સહિત ભારતને પાંચ મેડલ અપાવ્યા હતા. આમ મોહિત ગ્રેવાલે (#Mohit Grewal) બ્રોન્ઝ અને વીમેન્સમાં દિવ્યા કાકરને 68 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ જીત્યો હતો.

જ્યારે બર્થડે ગર્લ અંશુ મંલિક (#Anshu Malik) 57 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર સુનિશ્ચિત કર્યો હતો. જો કે વીમેન્સ હોકીમાં (#Womens Hockey) ભારતને નિરાશા સાંપડી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ 1-1થી બરોબર રહી હતી. પણ પછી પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 3-0થી પરાજય થયો હતો.

આ પણ વાંચોઃ મોરબીની શાળાની ઘટનાની કાયદેસર તપાસ કરવા આરએસએસની માંગ

તેના પછી બીજી રમતોમાં જોઈએ તો વીમેન્સ 100 મીટર હર્ડલ્સમાં જયોતિ યારાજી 13.18 દેખાવના નબળા દેખાવ સાથે બહાર ફેંકાઈ ગઈ હતી. તેના પછી વીમેન્સ લોંગ જમ્પના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં એન્સી એડેપિલી સોજન ફેંકાઈ ગઈ હતી. તે 6.25 મીટરના જમ્પ સાથે તેરમાં સ્થાને આવી હતી. બંને જૂથમાં 6.75 મીટરનો સરેરાશ જમ્પ ફાઇનલ માટે ક્વોલિફાઈ થયેલા 12 ક્વોલિફાયરોએ નોંધાવ્યો હતો.

વીમેન્સ 200 મીટર સેમી ફાઇનલમાં હિમા દાસ 23.42 સેકન્ડના સમય સાથે ત્રીજી આવતા ફાઇનલ માટે ક્વોલિફાઈ થવામાં નિષ્ફળ ગઈ હતી. મેન્સ 4 બાય 400 મીટર રીલેમાં મુહમ્મદ અનાસ યહિયા, નોહ નિર્મલ ટોમ, મોહમ્મદ અજમલ અને અમોજ જેકોબ 3:06.97ના સમય સાથે હીટ ટુમાં કેન્યા પછી બીજા ક્રમે આવતા આપમેળે ક્વોલિફાઇડ થયા હતા.

બેડમિંટનમાં વીમેન્સ ડબલ્સના 16માં રાઉન્ડમાં જોલી અને ગાયત્રીની જોડીએ મોરિશિયસની સાંગ અને ગણેશા મુંગ્રાહની જોડીને 21-2, 21-4થી હરાવી હતી. મેન્સ ડબલ્સ રાઉન્ડમાં સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ પાકિસ્તાનના મુરાદ અલી અને મુહમ્મદ ઇરફાન સઇદ ભાટીની જોડીને 21-8 અને 21-7થી હરાવી હતી. વીમેન્સ સિંગલ્સ રાઉન્ડમાં પીવી સિંધુએ યુગાન્ડાની હુસિનાને 21-10 અને 21-9થી હરાવી હતી. વીમેન્સ સિંગલ્સ રાઉન્ડ 16માં આકાર્શી કશ્યપે સાઇપ્રસ ઇવા કટ્ટિરાઝીને 21-2 અને 21-7થી હરાવી હતી. મેન્સ સિંગલ્સ રાઉન્ડ 16માં લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયાની યિંગ ઝિયાંગને 21-9 અને 21-16થી હરાવી હતી.

લોન બોલ્સમાં લવલી ચોબે, પિન્કી, નયનમોની સૈકિયા અને રૂપારાની તિર્કે (સ્લિપ)ની ટીમે સાઉથ આફ્રિકાને 10-7થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આમ વીમેન્સ ફોર્સે ઐતિહાસિક ગોલ્ડ જીત્યો હતો. લવલી ચૌબે અને નયનમોની સૈકિયાની જોડીએ પેર ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 18-14થી હારી ગયા હતા.

લોન ટેનિસમાં મેન્સ ફોર્સની ટીમે ઇંગ્લેન્ડને અત્યંત રોમાંચક બનેલા સેમી ફાઇનલ મુકાબલામાં 13-12થી હરાવ્યું હતું. સ્કવેશમાં મેન્સ ડબલ્સ રાઉન્ડ 16માં વેલવન સેન્થિલકુમાર અને અભયસિંહની જોડીએ સ્કોટલેન્ડના ડગ્લાસ કેમ્પસેલ અને એલન ક્લાઇનની જોડીને 8-11,  11-10 અને 11-8થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Your email address will not be published.