અમદાવાદમાં બેંક મેનેજર શિક્ષક પત્નીને ઢોર માર મારી ત્રાસ આપતા ફરિયાદ

| Updated: July 31, 2022 6:56 pm

અમદાવાદમાં મહિલાઓ પર અત્યાચારના બનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર મહિલા પર અત્યાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક બેન્ક મેનેજરે પતિ શિક્ષક પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપતો હતો. પત્નીએ આ અંગે સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંઘાવી છે.

​​​​​​​શહેરના નવા નરોડામાં રહેતા 40 વર્ષીય મહિલા શિક્ષકે પોતાના પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ લગ્ન બાદ સારી રીતે રાખતો હતો. પતિ સુનિલ ડબગર ગાંધીનગર ખાતે ખાનગી બેંકમાં મેનેજર છે. ઉત્તરાયણ કરવા મહિલાના માતા અને ભાઈ-ભાભી આવ્યા હતા ત્યારે હિંચકામાં મહિલાના માતા બેસવા જતા હતા ત્યારે મહિલાએ પોતું કરતી હોવાથી ના પાડી હતી. આથી મહિલાના પતિએ ઉશ્કેરાઇને મહિલાને માર માર્યો હતો. જેથી મહિલાએ પોલીસને જાણ કરીને પતિને લોકઅપમાં પૂરાવ્યો હતો.

મહિલાના સાસુ-સસરા પણ ક્યારેક તેમના ઘરે આવતા તો મહિલાને ઘર છોડીને જતા રહેવા કહેતા હતા. મહિલાને સતત હેરાનગતિ કરતા હતા. અંતે કંટાળી શિક્ષક પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Your email address will not be published.