અમદાવાદમાં સાસુને ધોકા વડે ફટકારનાર પુત્રવધૂ સામે ફરિયાદ દાખલ

| Updated: April 23, 2022 8:08 pm

શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા સાસુને પુત્રવધૂએ ધોકેણા વડે માર માર્યો હતો. ત્યારબાદ સાસુએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પુત્ર વધૂ પલાયન થઇ ગઇ હતી. આ મામલે સાસુએ પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, દાણીલીમડા વિસ્તારમાં 66 વર્ષિય મણીબહેન સોલંકી રહે છે અને પતિના મૃત્યુ બાદ તેઓ છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. મણીબહેનના દિકરાની પત્ની દિપુનો કોર્ટમાં કેસ ચાલતો હોવાથી દિપુ ઘાટલોડિયા તેના માતા-પિતા સાથે રહે છે. ગઇકાલે સાંજે મણીબહેન ઘર પાસે બેઠા હતા. ત્યારે દિપુ ત્યાં આવી હતી અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. દિપુએ તેની સાસુને કહ્યું કે, ડોશી તુ ઘર ખાલી કરીને અહીંયાથી જતી રહે નહીં તો તને જાનથી મારી નાંખીશ. જેથી મણીબહેને દિપુને ગાળો ન બોલવા જણાવ્યું હતું. જો કે દિપુ એકમદ ગુસ્સે થઇ ગઇ હતી અને મણીબહેનને માર મારવા લાગી હતી. પછી દીપુએ સાસુના વાળી પકડી ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા. આ સમયે દિપુ કપડાં ધોવાનો ધોકો લાવી સાસુના માથે મારી દીધો હતો. જેના કારણે મણીબહેને બુમાબુમ કરી હતી. આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને તેમને છોડાવ્યા હતા.

ત્યારબાદ મણીબહેને પોલીસ કંટ્રોલરૂમાં ફોન કર્યો હતો. જેથી દિપુ ત્યાંથી પલાયન થઇ ગઇ હતી. બીજી તરફ મણીબહેનને ઇજા થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પછી તેમણે પુત્રવધૂ દિપુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Your email address will not be published.