તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો તારો મંગેતર મરી જશે, કહી યુવતી સાથે શારિરીક અડપલા

| Updated: August 4, 2022 8:39 pm

આજકાલ અંધશ્રધ્ધાના નામેં ધૂતરાઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરમાં એક તાંત્રિકે યુવતીને તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો તારો મંગેતર મરી જશે કહી અડપલાં કર્યા હતા. જોકે હવે સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેજલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આજથી ચાર વર્ષ પહેલા આ યુવતીની સગાઈ નરોડા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થઈ હતી. ગયા જાન્યુઆરી મહિનામાં યુવતીના નાનાનું અવસાન થતા તે પોતાના પરિવાર સાથે નરોડા ખાતે મામાના ઘરે રોકાઈ હતી, તે સમયે યુવતીના મામાને પીન્ટુ રાધેશ્યામ શર્મા નામના શખ્સે ભડકાવ્યા હતા. અને તેમની ભાણીમાં જીમનાથ જેવું કંઈક છે તો તેની વિધિ કરવી પડશે તેવી વાત કરી હતી. યુવતીના મામાએ યુવતીના માતા-પિતાને આ વાત કરતા યુવતીના માતા-પિતાએ યુવક પીન્ટુ શર્માને તેમના ઘરે બોલાવ્યો હતો.

દરમ્યાન પિન્ટુ શર્મા યુવતીના વેજલપુર ખાતેના ઘરે પહોંચ્યો હતો. અને તેના માતા-પિતાને કહ્યું હતું કે તમારી દીકરીમાં જીમનાથ કે ચુડેલ જેવું કંઈક છે, જેના માટે તમે વિધિ નહીં કરો તો તમારી દીકરી હેરાન થશે અને તેના લગ્ન ન કરતા નહીં તો તમારો જમાઈ મરી જશે જે બાદ અઠવાડિયા પછી પિન્ટુ શર્મા ફરીવાર યુવતીના ઘરે આવ્યો હતો અને વિધિ કરવાના બહાને તેને રૂમમાં લઈ જઈને તારું લગ્ન જીવન શાંતિથી નીકાળવું હોય તો હું કહું તે જ તારે વિધિમાં કરવું પડશે, તેમ કહીને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. યુવતીએ જ્યારે આનો વિરોધ કર્યો ત્યારે તેણે આવું નહિ કરું તો તારો મંગેતર મરી જશે તેવી વાત કરી હતી, જેથી યુવતીએ આ બાબતે કોઈને જાણ કરી ન હતી.

ત્રીજી ઓગસ્ટના રોજ બપોરના સમયે યુવતી તેના ભાઈ સાથે ઘરે હાજર હતી, ત્યારે પીન્ટુ શર્મા તેના ઘરે આવ્યો હતો અને વિધિના બહાને તેના ભાઈને બહાર બેસાડી ફરીએકવાર તેની સાથે અડપલા કર્યા અને કહ્યું કે તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો તારા મંગેતરનું મૃત્યુ થઈ જશે, જોકે તે સમયે યુવતીનો મંગેતર ઘરે આવી પહોંચતા તેણે પીન્ટુ શર્માને પોતાની મંગેતર સાથે અડપલા કરતા જોઈ લીધો હતો. જે બાબતે તેણે યુવતીના માતા પિતાને ફોન કરીને ઘરે બોલાવી જાણ કરી હતી. જે બાદ માતા-પિતાએ પોલીસ તેમજ મહિલા હેલ્પલાઇનનીપણ મદદ લીધી હતી.

Your email address will not be published.