ક્રૃષ્ણનગરમાં પરિણીતાને બિભત્સ ઈશારા કરનાર પાડોશી સામે ફરિયાદ

| Updated: April 17, 2022 7:21 pm

ક્રિષ્નનગરમાં 30 વર્ષીય પરિણિતાને પાડોશમાં રહેતો યુવક અવાર નવાર બિભત્સ ઈશારા કરતો હતો. પેન્ટની ચેઇન ખોલી બિભત્સ ચેન ચાળા કરતા પરિણીતા તેને ઠપકો આપવા ગઇ ત્યારે તેને ખેંચીને ઘરમાં લઇ જવાની કોશીષ કરતા આસપાસ લોકોએ તેને બચાવી હતી. આ અંગે ક્રૃષ્ણનગર પોલીસ સ્ટેસનમાં ગુનો નોધાયો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ક્રૃષ્ણનગર વિસ્તારમાં આવેલા 30 વર્ષીય પરિણીતા તેના પતિ અને બે સંતાનો સાથે રહે છે. 16 એપ્રિલની રોજ સાંજે ઘરે ઘરકામ કરતી હતી. આ દરમિયાન અનિલ નામનો શખ્સ પરિણીતાના પડોશમાં રહે છે. આ અનિલ પરિણીતાને જોઇ પોતાના પેન્ટની ચેઇનખોલી બીભત્સ ચેનચાળા કરતો હતો. આ અંગે પરિણીતા અનિલને કહેવા જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો.

અનિલ ગાળો બોલવા લાગ્યો હતો અને પરિણીતાને હાથ પકડી ખેંચની પોતાના ઘરમાં લઇ જવાની કોશીષ કરી હતી. પરિણીતાએ બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરિણીતાને છોડાવી હતી અને ઘટનાની જાણ પોલીસ કન્ટ્રોલ રુમને કરી હતી. આ અંગે ક્રૃષ્ણનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.