નારોલમાં મહિલા અને પુરુષે મોબાઇલમાં શારિરીક અડપલાનો વિડીયો બનાવી દુષ્કર્મ આચર્યું, મહિલા અને પુરુષ સામે ફરિયાદ

| Updated: August 4, 2022 7:53 pm

નારોલમાં રહેતી મહિલા એક કંપનીમાં નોકરી કરતી હતી અને આ દરમિયાન એક મહિલા અને પુરુષ સાથે તેની મુલાકાત થઇ હતી. મહિલાએ ટ્રેપ ગોઠવી પુરુષ સાથે સંદિગ્ધ વિડીયો બનાવી લીધો તેની આડમાં નારોલ રહેતી મહિલા સાથે દુષ્કર્મ આચરી ઘમકી આપી હતી. આ અંગે નારોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

નારોલ વિસ્તારમાં એક મહિલા સ્થાનિક કંપનીમાં નોકરી કરતી હતી. તે કંપનીમાં ફરજ બજાવતી પ્રીતીબહેન અને નરેશભાઇ નામના વ્યક્તિઓના સંપર્કમાં આવી હતી. નવ મહિનામાં પહેલા પ્રીતીબહેન મહિલાના ઘરે ગઇ હતી અને હું તમારા ઘરે અવાર નવાર આવું છું. તેમ મારા ઘરે આવો તેમ કહીને મહિલા તેના દિકાર અને બંનેને તેના ઘરે લઇ ગઇ હતી. દિકરાને ઠંડુ લેવા માટે બહાર મોકલી દીધો હતો. આ સમયે નરેશભાઇ નામનો શખસ મહિલા સાથે શારિરીક અડપલા કરવા લાગ્યો હતો. મહિલાએ ત્યાથી ભાગીને પોતાના ઘરે જતી રહી હતી.

બાદમાં નરેશ થોડા દિવસો બાદ તેના ઘરે પહોચ્યો હતો અને એક વિડીયો બતાવ્યો હતો જેમાં મહિલા સાથે તે અડપલા કરતો દેખાતો હતો. આ વિડીયો પ્રીતીબહેને ઉતારી લીધો હતો અને આ વિડીયો બતાવી વાઇરલ કરવાની ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આ વાતની જાણ કોઇને કરીશ તો તને તારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Your email address will not be published.