અમદાવાદ શહેરમાં સિક્યોરીટી ગાર્ડ દ્વારા મહિલા કર્મીની શારીરિક અને માનસિક છેડતી કરવા કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિક્યુરિટી ગાર્ડે મહિલાને નોકરી બદલાવી આપવાની લાલચ આપી 20 હજાર રુપિયાની માંગ કરી હતી ત્યાર બાદ કેણે બીભત્સ માંગણી કરીને શારીરિક અડપલાં કર્યા હતા.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલા એક હોસ્પિટલમાં નોકરી કરે છે. આ હોસ્પિટલમાં દર વર્ષે નોકરી કરતા લોકોનું કોન્ટ્રાક્ટ પુરુ થતા બદલી કરવામાં આવતી હોય છે. ત્યારે હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ મહેન્દ્રસિંહ ઝાલાએ મહિલાને સારી જગ્યાએ નોકરી અપાવવા માટે પ્રથમ વખત 20 હજાર રુપિયાની માંગ કરી હતી. ત્યાર બાદ મહિલા સાથે શારીરિક અડપલા કરી સબંધ બાંધવા માટે કહેતો હતો.
આ અંગે મહિલાએ તેણીને ના પાડી દીધી હતી જેથી આરોપીએ તેને નોકરીમાંથી કાઢાવી દેવાની ધમકીઓ પણ આપતો હતો. આરોપી મહિલાના નોકરીના સ્થળે જઈ તેણી સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. મહિલા સાડી પહેરીને આવે તો તું સાડીમાં ખુબ સારી લાગે છે, તેમ કહીને તેની મશ્કરી કરતો હતો. નોકરી જવાના ભયે મહિલાએ આ અંગે કોઈને જાણ કરી ન હતી.
આ આરોપીની નાઈટ શિફટમાં બદલી થઈ હતી અને મહિલાની પણ નાઈટ શિફ્ટમાં બદલી કરી દેવામાં આવી હતી. મહિલાને તેની દીકરીને શાળાએ મૂકવા અને લેવા જવા માટેની જવાબદારી હોવાથી, મહિલા નોકરી બદલાવવા માટે આરોપીને મળી હતી. જેને પગલે આરોપીએ મહિલા પાસે રૂપિયા વીસ હજારની માંગણી કરી હતી. જો કે મહિલા પાસે રૂપિયા 6 હજાર હોવાથી તેણે બીજા રૂપિયા પછી આપી દેવાનુ જણાવ્યું હતું.
જેથી આરોપીએ તેની મજબુરીનો ફાયદો ઉપાડી તેણી પાસેથી બિભત્સ માંગણીઓ કરી હતી અને શારીરિક અડપલાં પણ કર્યા હતા. આરોપી એ અન્ય મહિલા કર્મચારી પાસે પણ બિભત્સ માંગણી ઓ કરતો હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. આ બાબતે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ હાથ ધરી છે.