ગુજરાતમાં ચાલી રહેલી લોકરક્ષક ભરતી બોર્ડની પરિક્ષાઓ લાંબા સમયથી ચાલી રહી છે. તેને લગતા સમાચાર આ બોર્ડના અઘ્યક્ષ હસમુખ પટેલ તેમના ટવીટર એકાઉન્ટ તથા ઓફિસિયલ વેબસાઇટ પર મુકે છે. તેવામા અજાણ્યા શખ્સે 40 કે તેથી વધુ માર્ક ધરાવતા લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવશે તેમ લખી ઉમેદવારોને ગેરમાર્ગે દોર્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેસનમાં ભરતી બોર્ડના કર્મચારીએ ગુનોં નોંધાવ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના છાછરા ગામે દાનસિંહ બારડ રહે છે અને એસઆરપી ગ્રુપ 3 માં પાલનપુર ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ ચાલતી ગુજરાત લોકરક્ષક ભર્તી ગાંધીનગર ખાતે છેલ્લા બે મહિનાથી એટેચ તરીકે ફરજ બજાવે છે. આ લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ છે. તેઓ પરિક્ષાર્થીઓને લગતી તમામ માહિતી ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર મુકે છે અને પોતાના પર્સનલ ટ્વીટર એકાઉન્ટ પર પણ જાહેર કરે છે.
આ પરિક્ષાર્થીઓને લગતા તમામ પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવે છે. ગત 11 એપ્રિલના રોજ આ દરમિયાન આઇપીએસ હસમુખ પટેલના ટ્વીટર ફોલોવર્સ નવીન પરમાર853 ટવીટ કરી એક પોસ્ટ મુકી હતી. આજે લેવાયેલ લોકરક્ષક પરીક્ષામાં જે ઉમેદવારોને 40 તેથી વધારે અને શારિરીક ક્ષમતા કસોટીમાં 10 કરતા વધારે માર્ક આવેલા છે. તે તમામ ઉમેદરાવોએ આગામી સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામા આવશે.
જોકે ભરતી બોર્ડે આવી કોઇ જાહેરાત કરી ન હતી. તેથી આ અંગે તમામ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આમ નવીન નામનો શખ્સ ભરતી પ્રક્રિયામાં ઓથોરાઇસ ન હોવા છતાં પણ તેને ટવીટર સોશિયલ મીડિયા પર ખોટા સામાચાર મુક્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ 66 સી, આઇપીસી 170 હેઠળ ગુનો નોધાયો હતો.