બે બાળકી થતા નારાજ પતિ અને સાસરીયાઓના ત્રાસથી પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

| Updated: May 1, 2022 8:49 pm

તુ તારા પતિને ખુશ નથી રાખી શકતી તું અંહીથી જતી રહે તેમ કહીને સાસરીયાઓ પરિણિતાને ત્રાસ આપતા હતા. પતિ પણ સાસરીયાઓની વાત માનીને પરિણિતા સાથે મારઝુડ કરતો હતો. જેથી તંગ આવેલી પરિણિતાએ ઘરમાં પડેલ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિણિતાએ પતિ સહિત સાસરીયાઓના વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અમરાઈવાડીમાં રહેતી 33 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2014માં મુંબઈ થાનેમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન જીવનમાં મહિલાએ બે દિકરીઓને જન્મ આપ્યો હતો. લગ્નના પંદર દિવસ સુધી મહિલાને સારી રીતે રાખી હતી બાદમાં સાસરીયાઓ નાની નાની બાબતે ઝઘડો કરી ત્રાસ આપવાનુ શરૂ કરી દીધુ હતુ. જો કે લગ્ન જીવન ન બગડે તે માટે મહિલા મુંગા મોઢે બધુ સહન કરતી હતી. પરંતુ બે દિકરીઓના જન્મ થતા જ દિકરાની આશા રાખીને બેઠેલા પતિ સહિત સાસરીયાઓનો ત્રાસ વધવા લાગ્યો હતો અને મારઝુડ કરીને ત્રાસ આપવા લાગ્યા હતા.

બાદમાં સાસરીયાઓ તું તારા પતિને ખુશ નહી રાખી શકતી તું અંહીથી જતી રહે કહીને ત્રાસ આપવા લાગ્યા હતા. આવા ત્રાસથી તંગ આવેલી મહિલાએ ઘરમાં પડેલ ફીનાઈલ પી લીધુ હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. બાદમાં મહિલાએ પતિ સહિત સાસરીયાઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે પતિ સહિત સાસરીયાઓના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Your email address will not be published.