સરદારનગરમાં ફોટા શુટ કરવા ગયેલી સગીરા પર મિત્રના મામાએ દુષ્કર્મ આચર્યું

| Updated: August 1, 2022 8:43 pm

સરદારનગરમાં રહેતી 17 વર્ષીય સગીરા ફોટો શુટનો શોખ પુરો કરવા ગઇ અને તેના મિત્રના મામાએ દુષ્કર્મ આચર્યું હતુ. મિત્રના મામા વારંવાર કામ માટે પણ બહાર લઇ જઇ લગ્નની લાલચ આપી દુષ્કર્મ એટલી હદે આચર્યું કે, સગીરાને ગુપ્ત ભાગે ઇજાઓ થઇ હતી. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

શહેરના સરદારનગર વિસ્તારમાં 40 વર્ષીય મહિલા તેની 17 વર્ષીય દિકરી સાથે રહે છે. તેમનો મોટો ભાઇ શાકભાજીનો વેપાર કરે છે. અગાઉ ગોતા ખાતે પતિ સાથે મહિલા અને તેની દિકરી રહેતા હતા. છેલ્લા થોડા સમયથી મામા સાથે સરદારનગરમાં રહેતા હતા. 17 વર્ષીય દિકરીએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. 15 દવિસ પહેલા દિકરીએ જણાવ્યું હતું કે, મારા મિત્ર પવન રાજપુતે તેના મામા જય કિશન સાથે ઓળખાણ કરાવી હતી. પવન સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી. અને તેના મામાએ પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. વોટ્સઅપ નંબર આપતા તેઓ વાતો કરવા લાગ્યો હતો.

જયકિશન પાસે પોતાનો કેમેરો હોવાથી ફોટો શુટનો શોખ હોવાથી તેને માયા સિનેમા ખાતે ફોટો શુટ કરવા બોલાવી હતી. તેણે જણાવ્યું કે, આપણે ફોટા પાડવા હોટલમાં જઇએ સારા ફોટા આવશે. તેથી સુરતના કારખાના વિસ્તારમાં આવેલી એક હોટલમાં ફોટા પડાવવા માટે ગયા હતા. દરમિયાનમાં જયકિશને ફોટા પાડવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતુ.

બાદમાં ફરી મે મહિનામાં કોલ આવ્યો હતો કે, રાજકોટ ખાતે કેટરીંગના કામે માટે જવાનું છે તેમ કહીને 20 દિવસ માટે કામ માટે લઇ ગયો હતો. જયકિશન પવારે લગ્નની લાલચ આપી અમદાવાદ આવ્યા ત્યા સુધીમાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મ આચરતા ગુપ્ત ભાગે ઇજાઓ થઇ હતી તેથી ગાંધીનગરના એક ડોક્ટરનો સંપર્ક કરક્યો હતો અને તેના દ્વારા એક એનજીઓની મહિલાએ સગીરાને સમજાવી હતી. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.