પાર – તાપી- નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનાં વિરોધમા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના ધારાસભ્યો આનંદભાઈ ચૌધરી અનંતભાઇ પટેલ, પુનાજી ગામીત, સુનીલભાઈ ગામીતે સંબોધન કરતા કહ્યું પાર- તાપી- નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ રદ્દ કરાઈ છે, તે માત્ર સરકાર લોલીપોપ આપી રહી છે તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનેને લઈને આ રદ્દ કરાઈ છે. 35 હજાર પરિવાર હેરાન થઈ રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી આ પ્રોજેકટ રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ પ્રોજેક્ટના કારણ કે કેટલાક આદિવાસીઓની જમીન જઈ રહી હતી. ઘણા લોકો લોકો બેઘર થઈ જાય તેમ છે. જ્યાં સુધી રદ કરવાનો પત્ર નહિ મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની વાત કોંગ્રેસે કરી હતી.
વધુમાં કોંગ્રેસના ધારાસભ્યો કહ્યું કે આગામી દિવસોમાં ચીખલી ખાતે દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી આ પ્રોજેકટ રદ્દ કરવા માટે લોલીપોપ ભાજપ સરકારે આપ્યાના આક્ષેપ કર્યા છે. વધુમાં કહ્યું હતું કે દિલ્હી સરકારનો પ્રોજેકટ રાજ્યના મુખ્યમંત્રી કઈ રીતે રદ કરી શકે. તેમજ દિલ્હી સરકારનું કોઈ નોટિફિકેશન મળ્યું નથી. એટલે આ માત્ર ચૂંટણીને પગલે આદિવાસીઓને રીઝવવાના પ્રયાસના ભગરુપે આ પ્રોજેકટ રદ્દ કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી માત્ર રદ્દ થયાની પ્રેસ કોંફરન્સ કરવા માટે સુરત આવ્યા હતા તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )