કોંગ્રેસની સરકાર દરેક યુવાઓને સરકારી નોકરીની જોગવાઈ કરશે: જગદીશ ઠાકોર

| Updated: April 13, 2022 4:46 pm

કોંગ્રેસે ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના નેતાઓ સભાઓ અને બેઠકો કરી રહ્યા છે. એવામાં કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે એવો દાવો કર્યો હતો કે, જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો એક પણ યુવાન સરકારી નોકરી વગરનો નહીં રહે.

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે બોરના તળ ઘણા ઊંડા ગયા છે. કોંગ્રેસની સત્તા હતી ત્યારે 250- 300 ફૂટેથી પાણી કાઢતા હતા. આજે 1500 ફૂટે પણ પાણીના કોઈ તળ નથી. સાબરમતી, સરસ્વતિ, રૂપેણ, બનાસ મેસ્કો બોરના તળ ઊંડા ગયા છે. 1500 ફૂટ સુધી આ નદીમાં પાણી નથી. આ માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એમના મુજબ, “જો 2022 માં કોંગ્રેસની સરકાર આવશે તો એક એક નદી પર 100 કારોડના ચેકડેમ બાંધશું એટલું જ નહીં જો કોંગ્રેસની સરકાર લાવશો તો હું ખાતરી આપું છું કે ખેડૂતોને વીજળી ફ્રી આપવામાં આવશે સાથે દેવા નાબૂદીનો કાયદો લઈને આવશે, અને ગેસના બટલાઓ પણ 500 રૂપિયામાં જ પડશે.”

“જો કોંગ્રેસની સરકાર સરકાર આવશે તો વીસ લાખ યુવાનો જે સરકારી નોકરી વગર ઘરે બેઠા છે એમનું કેલેન્ડેર પ્રોગ્રામ બનવશું જેથી 2-3 વર્ષની અંદર કોઈ યુવાન સરકારી નોકરી વગરનો નહીં રહે.”

કોંગ્રેસે ચૂંટણીના વાદાઓ ફરી શરૂ કરી દીધા છે એવું જગદીશ ઠાકોરની વાત પરથી લાગે છે. જોકે, આ અંગે હજુ સુધી ભાજપના કોઈ નેતાની પ્રતિક્રિયા આવી નથી.

બીજી તરફ રાજકોટના રાજકારણીઓએ પણ રાજકોટ કોંગ્રેસમાં પ્રાણ રેડવા માટે જૂના જોગી અને કદાવર નેતા સક્રિય થઈ શકે છે. ખાસ કરીને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર સૌની નજર છે.

Also Read: કયા નેતાઓને હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસની નબળી કડી માને છે

Your email address will not be published.