કોંગ્રેસમાં યુવા-વૃદ્ધ વચ્ચે સંતુલન જાળવવા 50-50ની ફોર્મ્યુલાઃ દરેક હોદ્દા માટે સમયસીમા

| Updated: May 18, 2022 1:03 pm

નવી દિલ્હીઃ કોંગ્રેસે પક્ષની અંદર યુવા અને વયોવૃદ્ધ નેતાઓ વચ્ચેનું સંતુલન જાળવવા માટે 50-50ની ફોર્મ્યુલા અપનાવી છે. આનો સીધો અર્થ એમ થાય કે કોંગ્રેસના સંગઠનના દરેક માળખામાં 50થી ઓછી વયના 50 ટકા નેતા હશે અને 50થી વધુ વયના 50 ટકા નેતા હશે. તેની સાથે દરેક હોદ્દા માટે સમયસીમા નક્કી કરવામાં આવી છે.

એઆઇસીસી જનરલ સેક્રેટરીઓની મીટિંગમાં પ્રવર્તમાન સંગઠનાત્મક ચૂંટણીમાં સમયસીમાનું મહત્વનું તત્વ દાખલ કરવામાં આવ્યું છે. ઉદયપુર જાહેરનામા મુજબ પક્ષની સમિતિઓથી લઈને સીડબલ્યુસીમાં 50 ટકા હોદ્દા 50 વર્ષથી ઓછી વયના લોકો માટેના હશે અને કોઈપણ હોદ્દા માટે પાંચ વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

આનો અર્થ એમ થાય કે નવા પીસીસી અને એઆઇસીસી પ્રતિનિધિ પછી ભલે તે ચૂંટાય કે આગામી એઆઇસીસી પ્રમુખ તરીકે નીમાય કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સીડબલ્યુસીના સભ્ય તરીકે નીમાય તે યુથ-ક્વોટાથી બનેલી હશે. કોંગ્રેસ હમણાથી યુથ ક્વોટા પર ખાસ ભાર મૂકી રહ્યુ છે, રાહુલ ગાંધી યુવાનો પ્રત્યે વધારે પ્રતિબદ્ધ છે. પણ કોંગ્રેસ પ્રમુખના હોદ્દાને નવા નિયમોની જોગવાઈમાંથી બાકાત રાખવામાં આવી છે.

સોનિયા ગાંધી 1998થી 2017 સુધી કોંગ્રેસ પ્રમુખના હોદ્દા પર હતા. રાહુલ ગાંદીએ 2017માં કોંગ્રેસ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને મે 2019માં રાજીનામુ આપ્યું હતું. પક્ષની સેન્ટ્રલ ઇલેકશન ઓથોરિટી (સીઇએ)માં પણ યુથ ક્વોટાની જોગવાઈ લાગુ પડશે. તેની સાથે સંગઠનાત્મક ચૂંટણી માટે રચાનારી એઆઇસીસી અને પીસીસી પ્રતિનિધિઓમાં પણ આ જોગવાઈ લાગુ પાડવામાં આવશે. સીઇએ આ પ્રકારના પરિવર્તનોના અમલીકરણને લઈને સંવેદનશીલ છે. હવે પીઆરઓ, ડીઆરઓ, બીઆરઓ જે સંગઠનાત્મક ચૂંટણી માટે કોંગ્રેસના રિટર્નિંગ ઓફિસરો છે તેમને કહેવું પડશે કે તેઓ સુનિશ્ચિત કરે કે 50 ટકા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ 50 વર્ષથી વયની નીચેના હોય, એમ એઆઇસીસીના જનરલ સેક્રેટરી અજય માકને જણાવ્યું હતું.

Your email address will not be published.