કોંગ્રૈસના નેતાઓ, હોદ્દેદારો અને આગેવાનો સાથે તેમના સેંકડો કાર્યકર્તાઓ AAPમાં જોડાયા

| Updated: April 24, 2022 4:38 pm

આમ આદમી પાર્ટી ગુજરાતના ઇલેક્શન ઇનચાર્જ ગુલાબસિહ યાદવ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ત્રણ મુખ્ય નેતા કૈલાશ ગઢવી, એચ.કે. ડાભી અને પૂજાબેન શર્મા સહિત 300 કાર્યકર્તા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

કૈલાશ ગઢવીએ ભાજપા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કેટલા 27 વર્ષથી ભાજપની સરકારે કોઇ પ્રજાલક્ષી કામ કર્યા નથી. આજે ગુજરાતમાં શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે મહિલા સુરક્ષાની બાબત હોય કે ખેડૂતોના મુદ્દા હોય દરેક બાબતે ભાજપા સરકાર નિષ્ફળ રહી છે. જ્યારે દિલ્હીમાં ફક્ત સાત વર્ષમાં અરવિંદ કેજરીવાલની સરકારમાં શિક્ષણ-આરોગ્યથી લઈને દરેક ક્ષેત્રમાં ઐતિહાસિક કાર્ય કરવામાં આવ્યા છે. આ કાર્યોથી પ્રભાવિત થઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.

આ સાથે ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું કે જે લોકો કોંગ્રેસ ભાજપમાં રહીને પણ હંમેશા પ્રજાલક્ષી કામ કરવા માગતા હતા પરંતુ ત્યાં રહીને કરી શકતા ન હતા અને એ પાર્ટીમાં જેમના રૂંધાઇ રહ્યો હતો તેવા ઈમાનદાર લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

વધુમાં ગુલાબ સિંહ યાદવે ગુજરાત સરકારને આડે હાથે લેતાં કહ્યું કે 27 વર્ષથી ભાજપા સત્તામાં છે પરંતુ આજે આ સરકાર સાતમા ધોરણના પેપર પણ સુરક્ષિત રાખી શકતી નથી અને પેપર લીક થવું આજે ગુજરાતમાં એક સામાન્ય બાબત થઈ ગઈ છે કારણ કે સરકાર જ લીકેજ વાળી છે અને આમ આદમી પાર્ટી જ આ લીકેજ ને બંધ કરવા માટે સક્ષમ છે.

આવનારા ઇલેક્શનને લઈ ગુલાબ સિંહ યાદવે જણાવ્યું કે 15 દિવસ પહેલાં આ સર્વેમાં આમ આદમી પાર્ટી 55 થી 58 સીટો જીતી રહી હતી અને હવે વધુ મજબૂતાઈથી આગળ વધીને આ આંકડાને 100 સીટો સુધી લઈ જવા માગીએ છીએ.

વધુમાં ગુલાબસિંહે જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં કામ કરતા દરેક નેતા, કાર્યકર્તા જેની વિચારધારા આમ આદમી પાર્ટી જેવી કે દેશ પ્રેમ, ઈમાનદાર, માનવતાવાદી વિચાર ધરાવતા હોય તે બધા ભાઈઓ , મિત્રો, સહયોગીઓને આમ આદમી પાર્ટીમાં જોડાવવાનુ આમંત્રણ આપે છે.

Your email address will not be published.