મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને હલ કરવાના પ્રયાસમાં મહારાષ્ટ્રના મંત્રી સંજય રાઉતે કહ્યું હતું કે જો તેઓ (શિંદે સહિત બળવાખોર ધારાસભ્યો) આગામી 24 કલાકમાં મુંબઈ પાછા ફરે તો પાર્ટી કોંગ્રેસ અને એનસીપી સાથેનાં ગઠબંધન અંગે ફરીથી વિચાર કરવા તૈયાર છે. રાઉતે જણાવ્યું હતું કે, તમે કહો છો કે તમે શિવસેના છોડી રહ્યા નથી અને જો તમારો મુદ્દો સરકાર સાથે છે, તો અમે તેનો ઉકેલ લાવવા તૌયાર છીએ, પણ પહેલાં પાછા આવીને ઉદ્ધવ ઠાકરે સમક્ષ તમારી માગણીઓ રજૂ કરવાની હિંમત બતાવો. જો તમે 24 કલાકમાં પાછા આવશો તો તેના પર વિચાર કરવામાં આવશે.
એકનાથ શિંદે કેમ્પનાં ધારાસભ્ય સંજય શિરસાતે લખેલા પત્રમાં મુખ્યમંત્રી મળતા ન હોવાની તેમજ સેનાના નેતાઓને અયોધ્યાની મુલાકાત ન લેવા દેવાની ફરિયાદ કરી હતી. તેમણે પત્રમાં લખ્યું છે કે, અમે મુખ્યમંત્રીને મળી શકતા ન હતા, ત્યારે અમારા ખરા વિપક્ષ કોંગ્રેસ અને એનસીપીના લોકો તેમને મળી સકતા હતા અને તેમના મતવિસ્તારોનાં કામ માટે ફંડ પણ ફાળવવામાં આવતું હતું.
બુધવારની રાતથી જ શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્યો આસામના ગુવાહાટીમાં એકનાથ શિંદેનાં કેમ્પમાં આવી ગયા છે.ગુરુવારે સવારે સેનાના ધારાસભ્યો દીપક કેસરકર, સદા સર્વંકર અને આશિષ જયસ્વાલ ગુવાહાટીના રેડિસન બ્લૂ પહોંચ્યા હતા જયાં એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યોએ તેમને આવકાર્યા હતા.આ ત્રણ ધારાસભ્યો સાથે, સેનાના ઓછામાં ઓછા 37 ધારાસભ્યો હાલ શિંદેની સાથે છે. જે વિધાનસભામાં શિવસેનાના ધારાસભ્યોનાં તૃતીયાંશ છે.
Read Also : “આજ મેરા ઘર તુટા હૈ કલ તેરા ઘમંડ તુટેગા ઠાકરે….” કંગનાએ આપ્યો હતો શ્રાપ