MLA મેવાણીની ધરપકડ, કોંગ્રેસનો વિરોધ:જગદીશ ઠાકોર સહિતના નેતાઓના ધરણા અને પ્રદર્શન

| Updated: April 21, 2022 3:35 pm

વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગત મોડી રાત્રે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આસામમાં મેવાણ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે મેવાણીની ધરપકડ મામલે આજે અમદાવાદના સારંગપુર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જો કે, વિરોધ શરુ થાય તે પહેલા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર્યકર્તાઓની અટકાયત શરુ કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે મેવાણીની ધરપકડ મામલે સારંગપુર ખાતે આવેલ બાબા સાહેબની આંબડેકરની પ્રતિમા પાસે ધરણા પર બેસ્યા હતા. જો કે, પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા પોલીસ અને શહેઝાદ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ધરણા પર બેસી ગયા હતા. પોલીસે એક બાદ એક નેતાઓની અટકાયત શરૂ કરી હતી. જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રોડ મારફત અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફત આસામ લઈ જવામાં આવ્યા હતા.

મેવાણીની ધરપકડ જણાવ્યું કે, મને એફઆઈઆરની નકલ આપી નથી, પણ એવું કહ્યું છે કે તમે એક ટ્વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે, આથી તમારી ધરપકડ કરવામાં આવે છે. ટ્વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી. મેં ટ્વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જોઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે. મને પહેલેથી કોઈ જાણ કરાઈ નથી. પરિવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી. હું લડત આપનારી વ્યક્તિ છું. આવા કેસથી હું ડરવાનો નથી.

મધરાતે 3.30 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ-પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે ‘લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે. ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે, પરંતુ અમે ડરીશું નહિ લડીશું.’ આ સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી પણ જિજ્ઞેશને મળવા એરપોર્ટ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ત્રણ દિવસ પહેલા તેઓના ટ્વિટ અકાઉન્ટમાં એક ટ્વિટ કર્યું હતું, જેમાં શાંતિ રાખવાની અપીલ કરી હતી જેના સંદર્ભે આસામના કોકરાજહર જિલ્લાના કોઈ અરૂપ ડે નામના વ્યક્તિની 19 મી એપ્રિલની અરજીને આધારે પોલીસ ગુજરાત આવી પહોંચી હતી અને 20 તારીખે ગુજરાત પોલીસનો સાથ લઈને મેવાણીની અરજીને આધારે ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીને ગુજરાતમાં કોમી હુલ્લડ થયેલા વિસ્તારોમાં જઈને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતી ટ્વીટના કારણે ફરિયાદ દાખલ થવાના લીધે આ ધરપકડ કરવામાં આવી હોવાનું આસામ પોલીસ દ્વારા અંતે જણાવવામાં આવ્યું હતું.

અહેવાલો અનુસાર, આસામ પોલીસ જિજ્ઞેશ મેવાણી સાથે રોડ માર્ગે અમદાવાદ જવા રવાના થઈ છે અને અમદાવાદથી ટ્રેન દ્વારા ગુવાહાટી લઈ જઈ શકે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના મોટા દલિત ચહેરા મેવાણીની ધરપકડથી રાજ્યના રાજકારણમાં હલચલ નિશ્ચિત છે.

Your email address will not be published.