કોરોના વળતર, મોંઘવારી મુદ્દે કોંગ્રેસી નેતાઓએ વિધાનસભામાં કઈ રીતે વિરોધ નોંધાવ્યો?

| Updated: September 27, 2021 4:42 pm

ગુજરાત વિધાનસભાના આજથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં વિપક્ષ કોંગ્રેસે સરકારને મોંઘવારી અને કોરોનાના મૃત્યુના આંકડા મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

વિધાનસભામાં આજથી બે દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા જ દિવસે એક કલાક સુધી પ્રશ્નોત્તરી થઈ હતી જેમાં વિરોધ પક્ષ દ્વારા સરકારને આકરા સવાલો કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષે ખાદ્યતેલના ભાવમાં વધારાથી લઈને તાઉતૈ વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્ને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.

છેલ્લા એક વર્ષમાં સિંગતેલ, કપાસિયા અને પામોલિન તેલમાં ભારે ભાવવધારો થયો છે. વિધાનસભામાં આ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું કે સિંગતેલના ભાવમાં એક વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને પામોલિન તેલના ભાવમાં એક વર્ષમાં પ્રતિ કિલોએ 19 રૂપિયાનો વધારો થયો છે. સરકારે કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહન મુશ્કેલીઓના કારણે તેલના ભાવ વધ્યાનો સરકારે સ્વીકાર કર્યો હતો.

કોંગ્રેસે દાવો કર્યો કે તેણે ન્યાય યાત્રા યોજીને કોરોનાના મૃતકોના પરિવારોની વિગતો એકઠી કરી હતી, આ અંગે વિરોધ દર્શાવતા કોંગ્રેસના નેતાઓએ એપ્રન પહેરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક પરિવારને 4 લાખની સહાયની માંગણી સાથેના બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસના સંભવિત વિરોધને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વિધાનસભા તરફ જતી ગાડીઓનું પણ ચેકીંગ ધરવામાં આવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *