10 રૂપિયાનો વધારો કરી 9.5 રૂપિયાનો ઘટાડો, સરકારે લોકોને મૂર્ખ ન બનાવવી જોઈએ: કોંગ્રેસ

| Updated: May 21, 2022 8:42 pm

કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જે બાદ પેટ્રોલ 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થશે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને સરકારના આ નિર્ણય પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું પ્રિય નાણામંત્રી આજે પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર છે. તમે કહો છો કે કિંમતમાં 9.50 રૂપિયાનો ઘટાડો થશે.

‘સરકારે જનતાને મૂર્ખ ન બનાવવી જોઈએ’

21 માર્ચ 2022ના રોજ એટલે કે 60 દિવસ પહેલા પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર હતી. 60 દિવસમાં તમે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો કર્યો અને હવે 9.50 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો. જનતાને મૂર્ખ બનાવશો નહીં.

‘પહેલા ભાવ વધાર્યા પછી ઘટ્યા’

તેમણે આગળ લખ્યું, પ્રિય નાણામંત્રી આજે ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. તમે કહો છો કે તેની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. 21 માર્ચ 2022ના રોજ એટલે કે 60 દિવસ પહેલા ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર હતી. તમે 60 દિવસમાં ડીઝલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો અને હવે તેમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો.

ડ્યૂટીમાં ઘટાડા અંગે માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડીએ છીએ. આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. તેનાથી સરકારની આવક પર દર વર્ષે લગભગ એક લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે.

‘ભાવમાં ઘટાડો થયો, વડાપ્રધાન અને નાણામંત્રીને અભિનંદન’

તે જ સમયે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું, “માનનીય વડા પ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વ હેઠળ, નાણા પ્રધાન શ્રીમતી @nsitharaman જીએ પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી છે. હું આ જાહેર હિતના નિર્ણય માટે રાજ્યના લોકો વતી વડાપ્રધાન અને નાણામંત્રીને અભિનંદન પાઠવું છું.

‘લોકોના 26 લાખ કરોડ લૂંટાયા’

કોંગ્રેસના નેતા જયવીર શેરગીલે ટ્વીટ કર્યું કે, “8 વર્ષમાં પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી 531% અને ડીઝલ પર 206% વધી છે. જનતા પાસેથી 26 લાખ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. છેલ્લા 2 મહિનામાં પેટ્રોલમાં 10 રૂપિયાનો વધારો થયો છે અને આજે તેમાં 9.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

Your email address will not be published.