ડાયમંડ સિટી સુરતમાં કોંગ્રેસને મોટો ફટકો

| Updated: April 17, 2022 5:22 pm

સુરતમાં કોંગ્રેસના ભંગાણ શરૂ થઈ ગયા છે ત્યારે સુરતના અશોક જીરાવાલા કોંગ્રેસ છોડીને ભાજપનો ખેંસ પહેર્યા બાદ ભાજપની વાહ વાહ કરવા લાગ્યા હતા.તેમની સાથે 100થી વધુ વેપારીઓ પણ ભાજપમાં જોડાયા હતા.

સુરત ખાતે એકતા અધિવેશનના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓની હાજરી જોવા મળી હતી. આ અધિવેશનમાં પાટીદાર નેતા અશોક જીરાવાલાએ પંજો છોડી કેસરિયો ધારણ કર્યો હતો. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના મહાઅધિવેશનમાં ફોગવાના પ્રમુખ અને કોંગ્રેસના નેતા અશોક જીરાવાલા સહિત 100 જેટલા વેપારીઓ પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે.

ભાજપમાં સામેલ થયા બાદ અશોક જીરાવાલાએ કહ્યું કે, મારા માથા પર કોંગ્રેસનો સિમ્બોલ લાગ્યો હોવાથી નીતિ વિષયક નિર્ણયોમાં લેવામાં ઘણી તકલીફ પડતી હતી. એટલે વડિલોએ મને સમજાવ્યો અને હવે કેસરિયો ધારણ કરી રહ્યો છું. હાર્દિક પટેલની પણ કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલે સમાજ અને રાષ્ટ્રના કામ કરવા હોય તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જવું જોઈએ. ભાજપમાં જોડાયા બાદ અશોક જીરા વાલા પોતાના કાલી ઘેલી ભાષામાં ભાજપના વખાણ કર્યા હતા.

મહત્વની વાત એ છે ઇલેક્શનની હજુ તો ઘણીવાર છે પણ હાલમાં તોડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. આપમાંથી ભાજપમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે હજુ પણ કેટલાક કોંગ્રેસીઓ ભાજપમાં આવે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.