હિંમતનગરમાં રામનવમીના તોફાનોનું પરિણામઃ ડિમોલિશન ડ્રાઇવ

| Updated: April 26, 2022 1:47 pm

હિંમતનગરઃ હિંમતનગરમાં રામનવમીના તોફાનીઓને તોફાન ભારે પડી ગયા છે. વહીવટીતંત્રએ હિંમતનગર ખાતે ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી દીધું છે. રાજ્ય સરકાર તો આ કાર્યવાહીને સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કરવા માટેની નિયમિત કાર્યવાહી બતાવી રહી છે.

આમ છતાં સરકારની આ નિયમિત કાર્યવાહીના સ્વરૂપમાં પણ બુલડોઝર તે જ સ્થળોએ આવ્યા છે જ્યાં પંદર દિવસ પહેલા રામનવમી વખતે તોફાન થયા હતા. જો કે કાર્યવાહીમાં કોઈપણ પ્રકારના નિયમોનો ભંગ ન થાય તે સરકારે પહેલેથી જ જ્યાં બુલડોઝર ચલાવવાનું છે ત્યાં નોટિસ પાઠવી દીધી હતી. આના પગલે હવે કોઈપણ દાવો કરી શકે તેમ નથી કે સરકારે નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરી.

કેટલાક સ્થાનિકોએ તો બુલડોઝર આવ્યું તે પહેલા જ તેમના મકાન કે ગેરકાયદેસરના બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આગળ ખેંચવામાં આવેલા મકાનો, દુકાનો અને અન્ય માળખાઓને તોડીને રસ્તાઓને વધારે પહોળા બનાવવામાં આવ્યા છે.

વાસ્તવમાં હિંમતનગરનો ઘટનાક્રમ જાણે દિલ્હીના જહાંગીરપુરીના વિસ્તાર જેવો જ છે. 16મી એપ્રિલના રોજ જહાંગીરપુરીમાં કોમી રમખાણો થયા પછી ગણતરીના દિવસોમાં મ્યુનિસિપલ બોડીએ એટલે કે શહેર સુધરાઈએ ડિમોલિશન દૂર કરવાનું ડ્રાઇવ શરૂ કર્યુ હતુ. આ માટે તેમણે અતિક્રમણ દૂર કરવાનું કારણ આપ્યું હતું. પણ આ કાર્યવાહી આ કોમી રમખાણો પછી થઈ હોવાના લીધે તેને કેટલાય બદલાની કાર્યવાહી કહેતા હતા.

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરમાં દસમી એપ્રિલના રોજ રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ રથયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો અને આગજનીના પગલે હિંસા ભડકી ઉઠી હતી. દસમી એપ્રિલના રોજની હિંસામાં તો પોલીસ કર્મચારીઓને પણ ઇજા પહોંચી હતી. આ હિંસામાં કમસેકમ દસ પોલીસ કર્મચારીઓ ઇજા પામ્યા હતા. પોલીસે ટીયરગેસ અને છોડીને અને લાઠીચાર્જ કરીને સ્થિતિ અંકુશમાં આણી હતી.

હિંમતનગરમાં સામાન્ય રીતે ભાગ્યે જ આ પ્રકારના રમખાણો થતા હોય છે, પણ આ રમખાણોની થયેલી પોલીસ તપાસમાં અમદાવાદના કેટલાક કટ્ટરવાદી મૌલવીનો હાથ હોવાનું ખૂલ્યું છે. પોલીસ આ કેસમાં કાર્યવાહી પણ કરી રહી છે.

Your email address will not be published.