શિયાળાની ઋતુમાં ખૂબ જ કડકડતી ઠંડી પડતી હોય છે. તેથી,શરીરમાં ગરમાહટ કરે તેવી વસ્તુઓનું સેવન વધુ કરવામાં આવે છે.ત્યારે,અંજીર શિયાળાની ઋતુમાં ખૂબ જ ફાયદાકારક છે.અંજીર કેલ્શિયમ, પ્રોટીન અને ફાયબરનું ઉત્તમ સ્ત્રોત છે.તે ઉપરાંત અંજીર અનેક રોગ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કયા-કયા રોગમાં અંજીરનો ઉપયોગ ફાયદાકારક છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો.
* પેટની તકલીફો માટે અંજીરનો ઉપયોગ:
પેટની સામાન્ય તકલીફો માટે અંજીરનો ખૂબ જ ગુણકારી છે. અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે નરણાં કોઠે ખાઈને તેનું પાણી પી જવું. આ લીધા પછી એક કલાકબાદ જ કઈ ખાવું. આ પ્રયોગ નિયમિત કરવાથી કબજિયાત, હરસ, ગેસ અને એસિડિટી જેવી તકલીફોથી છુટકારો મળે છે અને પાચનતંત્ર મજબૂત બને છે.
* હાઈબ્લડ પ્રેસર માટે અંજીરનો ઉપયોગ:
અંજીરમાં ફાઈબર, પોટેશિયમ, ઓમેગા 3 અને છ ફેટી એસિડ સમાયેલ હોય છે. જેના કારણે હાઈબ્લડ પ્રેસર નિયંત્રણમાં રહે છે. હાઈબ્લડ પ્રેસર માટે દરરોજ રાત્રે અંજીર પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે લેવું.
* હદય માટે અંજીરનો ઉપયોગ:
અંજીરમાં રહેલ એન્ટી ઓક્સિડન્ટસ ફ્રી રેડિકલ્સને સમાપ્ત કરી હદયને સુરક્ષિત રાખે છે. તે ઉપરાંત અંજીર કોલેસ્ટ્રોલના પ્રમાણને પણ નીચું રાખવામાં મદદ કરે છે.
* આંખના રોગો માટે અંજીરનો ઉપયોગ:
અંજીરમાં વિટામિન-એ હોવાથી આંખની દ્રષ્ટિને વધારવામાં મદદ કરે છે અને સાથે જ રેટિનમાં નુક્શાન થવાથી રોકે છે.
આમ,અંજીરનું સેવન શિયાળામાં ખૂબજ ફાયદાકારક છે.