મહારાષ્ટ્રના રાજ્યપાલનું વિવાદાસ્પદ નિવેદનઃ ગુજરાતીઓ- રાજસ્થાનીઓને ભગાડ્યા તો પૈસા જ નહી રહે

| Updated: July 30, 2022 1:26 pm

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિવાદાસ્પદ નિવેદન કરતા જણાવ્યું છે કે રાજ્યમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને ભગાડવામાં આવ્યા તો અહીં પૈસા જ રહેશે નહી. આજે મુંબઈ દેશની આર્થિક રાજધાની આ બંનેના લીધે છે. તેમના ગયા પછી મુંબઈ દેશની આર્થિક રાજધાની જ નહી રહે. આમ કોશિયારીના આ નિવેદનથી મહારાષ્ટ્રમાં બહારથી સ્થાયી થયેલા લોકોનો મુદ્દો ફરીથી ઉખેળાયો છે.

તેમણે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના વખાણ કરતા જણાવ્યું હતું કે મુંબઈ આજે દેશની આર્થિક રાજધાની છે તે આ બંનેના લીધે છે. ગુજરાતીઓએ મુંબઈના આર્થિક વિકાસમાં પાયાનુ્ં યોગદાન આપ્યું છે. ગુજરાતમાં સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રથી આવીને વસેલા લોકોએ અહીં તેમના ઉદ્યોગધંધા સ્થાપ્યા છે. તેના પગલે સ્થાનિકોને પણ મોટાપાયા પર રોજગારી મળી છે. આમ રોજગાર સર્જનમાં ગુજરાતી અને રાજસ્થાનીઓનું મહત્વનું યોગદાન છે.

આ પણ વાંચોઃ દાળમાં જીવડું નીકળતા 176 બાળકોના આરોગ્ય સાથે ચેડા, મધ્યાહન ભોજન પર અનેક સવાલ

અહીં ઉલ્લેખનીય છે કે 1960 સુધી મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ રાજ્ય હતા અને બંને બોમ્બે પ્રેસિડેન્સીનો હિસ્સો હતા. બોમ્બે પ્રેસિડેન્સીના મોટાભાગના લોકો મરાઠીઅને ગુજરાતી બોલતા હતા. તેના પછી ભાષાવાર રાજ્યની સંરચનાની માંગે વેગ પકડ્યો ત્યારે સ્ટેટ્સ રિઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 હેઠળ જવાહરલાલ નેહરુ સરકારે બોમ્બે પ્રેસિડેન્સીને બે ભાગમાં વહેંચી દીધી હતી. એકનું નામ મહારાષ્ટ્ર અને બીજાનું ગુજરાત રાખ્યું હતું.

મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્ય તેમનો સ્થાપના દિન પણ એક જ દિવસ પહેલી મેના રોજ ઉજવે છે. બંને રાજ્યોની રચનાને આજે 62 વર્ષથી વધારે સમય થઈ ગયો છે.

Your email address will not be published.