‘હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી’ કિચ્ચા સુદીપના આ કથન પર વિવાદ સર્જાયો

| Updated: April 28, 2022 2:34 pm

વિક્રાંત રોનાના અભિનેતા કિચ્ચા સુદીપે કહ્યું કે ‘હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી’. ત્યારે બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગને તેમના પર કટાક્ષ કર્યો હતો.  અજયે દેવગને આ મુદ્દા પર  હિન્દીમાં (Hindi) ટ્વિટ કર્યું હતું કે,  ‘હિન્દી અમારી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને હંમેશા રહેશે’ 

સાઉથ સ્ટાર કિચ્ચા સુદીપે કર્ણાટક ટાક સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં તેમણે આપેલા કથન “હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી રહી.” એના પરથી વિવાદ સર્જાયો હતો.  આ કથન બાદ અજય દેવગને  હિન્દીમાં (Hindi) ટ્વિટર પર કિચ્ચા સુદીપ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે લખ્યું કે,  “કિચ્ચા સુદીપ, મારા ભાઈ, તમારા મતે, જો હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી તો તમે તમારી માતૃભાષામાં કરેલી  ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી , છે અને હંમેશા રહેશે.. જન ગણ મન.”

કિચ્ચા સુદીપે આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા  લખ્યુંકે,  “હેલો @ajaydevgn સર.. મેં ટૅટ લાઇન શા માટે કહ્યું તેનો સંદર્ભ મારા અનુમાનથી તમારા સુધી પહોંચ્યો છે તેનાથી સંપૂર્ણપણે અલગ છે. સંભવતઃ જ્યારે હું તમને જોઉં છું ત્યારે નિવેદન શા માટે કરવામાં આવ્યું હતું તેના પર ભાર મૂકવામાં આવશે. વ્યક્તિ. તે નુકસાન પહોંચાડવા, ઉશ્કેરવા અથવા કોઈ ચર્ચા શરૂ કરવા માટે નહોતું.  સર હું શા માટે કરીશ.”

થોડા દિવસો પહેલા, તેમની ફિલ્મ આર: ડેડલીએસ્ટ ગેંગસ્ટર એવરની લોન્ચિંગ ઇવેન્ટમાં, કિચ્ચા સુદીપે સમાન લાઇન પર વાત કરી હતી. તેમના મુજબ, કેજીએફ : ચેપ્ટર 2, પુષ્પા: ધ રાઈસ , આરઆરઆર પાન -ઈન્ડિયાના બૉક્સ ઑફિસ પર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અન્ય ફિલ્મો પર ટિપ્પણી કરતાં, કિચ્ચા સુદીપે કહ્યું, સમગ્ર ભારતની ફિલ્મ કન્નડમાં બની રહી છે. હું એક નાનો સુધારો કરવા માંગુ છું. હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી રહી. અભિનેતાએ વધુમાં ઉમેર્યું, “બોલીવુડ આજે પાન- ઈન્ડિયા ફિલ્મો કરી રહ્યું છે, પણ તેઓ તેલુગુ અને તમિલમાં ડબ કરીને સફળતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, જ્યારે આજે અમે એવી ફિલ્મો બનાવી રહ્યા છીએ જે દરેક જગ્યાએ ચાલી રહી છે.”

આ પણ વાંચો: પરશુરામ જયંતિ ક્યારે આવે છે? ચોક્કસ તારીખ, પૂજા મુહૂર્ત અને મહત્વ જાણો

Your email address will not be published.