રાજકોટમાં સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાજ છેડાતા 25થી વધુ વિધર્મી લોકોએ 5 હિન્દુ યુવાન પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ તમામ ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોસ્ટ ડિલીટ કરવાનું કહી વિધર્મી લોકો દ્વારા હિન્દુ યુવકને ધમકી આપવમાં આવી હતી. હાલ પોલીસે તમામ પુરાવાને આધારે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં રહેતા વિનય ડોડીયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં પર એક ધાર્મિક પોસ્ટ વાયરલ કરી હતી. આ પોસ્ટને લઈ વિવાદ થયો હતો. ત્યારે આ પોસ્ટને લઈ ઇરશાદ સંધી નામના એક યુવકે પોસ્ટ ડિલીટ કરવા માટે મેસેજ કર્યો હતો. ત્યારબાદ સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જોકે હુમલાની ભનક આવી જતા પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમના એક બાઈકનો આરોપીઓએ કચ્ચરઘાણ બોલાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
યુવકે આ અંગે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી કે, ઈન્સ્ટાગ્રામમાં પોતે ભગવાન કૃષ્ણની એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ મૂક્યાનાં તરત બાદ ઇરશાદ સંધી નામના યુવકે મારા સહિત ભગવાન કૃષ્ણને ગાળો આપી પોસ્ટ ડિલીટ કરવા કહ્યું હતું. અને જો પોસ્ટ ડિલીટ નહીં થાય તો જાનથી મારવાની ધમકીઓ પણ આપી હતી. જોકે આમ છતાં પોતે પોસ્ટ ડિલીટ કરી નહોતી.