રાંધણ ગેસના ભાવમાં ભડકો; મહિનામાં બીજી વખત ભાવ વધારો

| Updated: May 19, 2022 9:42 am

ગુરુવારે, એલપીજીના ભાવમાં આ મહિનામાં સતત બીજી વખત 3.50 રૂપિયાનો નો વધારો થયો છે, જેથી સમગ્ર દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવ રૂ. 1,000થી ઉપર પહોંચી ગયા છે . ભાવ વધતાની સાથે આજથી, 14.2 કિલોના (Cooking gas) રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હી અને મુંબઈમાં રૂ. 1,003, કોલકાતામાં રૂ. 1,029 અને ચેન્નઇમાં રૂ. 1,018.5 થશે જશે.

અગાઉ 7 મેના રોજ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે એલપીજી સિલિન્ડરની કિંમત 1,000 રૂપિયાને વટાવી ગઈ હતી. દિલ્હીમાં (Cooking gas) ઘરેલુ એલપીજી (LPG) સિલિન્ડરની કિંમત ગયા વર્ષે 809 થી વધીને 1,003 થઈ ગઈ છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર:

દિલ્હીમાં 19 કિલોનું એલપીજી સિલિન્ડર હવે ₹2,354માં વેચાઈ રહ્યું છે, જ્યારે  કોલકાતામાં 2,454, મુંબઈમાં 2,306 અને ચેન્નઈમાં 2,507 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. 

આ મહિનાની શરૂઆતમાં, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ હોટલ અને રેસ્ટોરન્ટ જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. 1 મેના રોજ, 19-કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 102.50 રૂપિયાથી વધારીને 2,355.50 રૂપિયા કરવામાં આવી હતી. ગત વર્ષમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹750નો વધારો નોંધાયો છે.

મોદી સરકાર હેઠળ એલપીજીની કિંમતો:

એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે કારણ કે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો એપ્રિલમાં 7.8 ટકા પર પહોંચ્યો હતો, જે મે 2014માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારે સત્તા સંભાળી ત્યારથી ઉચ્ચતમ સ્તર પર છે.

આ વધારો ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો તેમજ ઈંધણના ભાવમાં વધારાને કારણે પરિવહન ખર્ચમાં વધારાને પણ આભારી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ખાણી-પીણીની દુકાનોમાં આરોગ્ય વિભાગની તપાસ; 5 દુકાનમાં વપરાશનું પાણી અયોગ્ય

Your email address will not be published.