અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવવાર ભાજપના પૂર્વ નેતાના પુત્રની ધરપકડ

| Updated: July 30, 2022 3:26 pm

દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાના આરોપમાં ભાજપના પૂર્વ નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 27 જુલાઇના રોજ તેની ધરપકડ કરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઘાટલોડિયાની અભિનંદન સોસાયટીમાં રહેતા પુરુષોત્તમ પટેલ (25)ની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)ની બહાર ધરપકડ કરી હતી. પોલીસનાં જણાવ્યા મુજબ તે વખતે તે નશાની હાલતમાં હતો. પુરુષોત્તમ ઘાટલોડિયા વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખ નોલેશ પટેલનો પુત્ર છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પુરુષોત્તમ પટેલ 27 જુલાઈએ સવારે 5.30 વાગ્યાની આસપાસ તેના મિત્ર વિસ્મય ગજ્જર સાથે નશાની હાલતમાં કાર ચલાવતો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગોવિંદભાઈ જેતાભાઈએ નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, આરોપીની કિયા સેલ્ટોસ કાર 5:30 વાગ્યે એનઆઇડી સર્કલ પર રોકવામાં આવી ત્યારે પુરુષોત્તમ પટેલ નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તે યોગ્ય રીતે ચાલી કે બોલી શકતો ન હતો. અમે દારૂની પરમિટ માંગી હતી, જે તે રજૂ કરી શક્યો ન હતો. તેનાં મિત્ર વિસ્મય ગજ્જરે નશો કર્યો ન હતો અને તેની પાસેથી કોઈ વાંધાજનક મળ્યું ન હતું. કાર કબજે કરીને પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, પુરુષોત્તમ પટેલને ગુરુવારે જામીન મળી ગયા છે. તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 66 અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો.

Your email address will not be published.