ઘોડા છૂટ્યા પછી તબેલા બાંધવા પોલીસ દોડી, દારુના નામે ચેકિંગ કરી લોકોને પરેશાન કરવાનું શહેરમાં શરું

| Updated: July 27, 2022 8:11 pm

અમદાવાદ શહેરની સ્થિતી પણ અજીબ છે. ઘોડા છૂટ્યા પછી તબેલા બાંધવા માટે પોલીસ દોડી તેવો ઘાટ ઘડાયો છે. દારુના અડ્ડા એક સાથે બંધ કરાયા બાદ પણ દારુના ચેકિંગના નામે મોડી રાત્રે સામાન્ય લોકોને પરેશાન કરવાનું જાણે શરુ કરાયું હોય તેમ પોલીસ વાહન ચેગિંક કરી લોકોને બાનમાં લેતી હોવાનું શરુ થઇ ગયું છે. બીજી તરફ ફિક્સ જગ્યા પર દારુના જ્યા જ્યા અડ્ડા છે ત્યા સ્થાનિક પોલીસે પોઇન્ટ મુકવા પડ્યા હતા. તે પરથી સ્પષ્ટ થયા છે કે, બુટલેગરો બેકાબું છે અને પોલીસ પર તેમની પકડ ન હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં દારુની ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. તમામ દારુના અડ્ડા પર રેડો કરવા તથા પ્રોહિબીશનના કેસો કરવા આદેશ કરવામાં આવ્યા છે. તેવામાં શહેરમાં દારુના કેસો ગણતરીના થયા છે પરંતુ લોકોને પરેશાન કરવાની શરુઆત થઇ ગઇ છે. શહેરમાં પરિવાર સાથે જતા પરિવારોને પણ પોલીસ રોકી રહી છે. પોલીસ નાગરીકો પાસે દસ્તાવેજો અને કાર સહિતના વાહનો કે સામન પણ ચકાસણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દારુ આવતો પકડી શકતી નથી પરંતુ લોકોને કનડગત કરી રહી હોવાની ચર્ચા છે.

બીજી તરફ પૂર્વ વિસ્તારમામાં તો દેશી દારુના અડ્ડા એટલી હદે ધમધમે છે કે, રીતસર પોલીસને ત્યા બંદોબસ્ત મુકવાની ફરજ પડી છે. પોલીસ પોઇન્ટ મુકી દારુ ન વેચાણ કરે તે માટે ચોકસાઇ રાખવામાં આવી છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, ચોક્કસ તત્વોના કારણે બુટલેગરો પર પોલીસનો કન્ટ્રોલ ન હોવાનું સ્પષ્ટ થાય છે. તેવામાં બુટલેગરો બેફામ હોવાનું નકારી શકાય તેમ નથી.

અમદાવાદ સીટીની હદ સામે હોવાથી પોલીસ રાત્રે બંદોબસ્તમાં રાખવી પડી

બોટાદના બરવાળા ખાતે ગયેલું મીથાઇલ અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી ગોડાઉન મળી આવ્યું હતુ. રોડની બીજી તરફ અમદાવાદ સીટીના નારોલ પોલીસ સ્ટેસનની હદમાં આવેલી હોવાથી પોલીસ રાત્રે બંદોબસ્ત રાખવાની ફરજ પડી હતી. એક એજન્સીના પોલીસકર્મીઓ આખી રાત આ ફેક્ટરી પાસે રોકાયા હતા અને આ મીથાઇલ અન્ય સ્થળે ખસેડી અમદાવાદની હદમાં ન આવી જાય તે માટે પોલીસ ગોઠવી હોવાની ચર્ચા છે.

(પ્રતિકાત્મક તસવીર)

Your email address will not be published.