ના, આપણી બેવકૂફી માટે આપણે નરેન્દ્રભાઈનો વાંક ન કાઢી શકીએ.

| Updated: July 2, 2021 9:23 pm

આ વાત માત્ર નરેન્દ્ર મોદી કે એમની સરકારની નથી.કોવિડ –૧૯ પણ આપણા સમાજને ઘણી રીતે ખુલ્લા પાડી દિધા છે,જેમ કોઈ આપત્તિઓ કરે છે.જેને કારણે આપણી સારી અને નરસી બાબતો અદ્દભૂત રીતે સપાટી પર આવી જાય છે.જે આપણને સવાલો કરવા અને આપણાં વિચારો, અભિગમ અને માની લીધેલા ડહાપણની સમિક્ષા કરવા પ્રેરે છે.જેને કારણે સુધારાઓ શકય બને છે.

આ વાત માત્ર નરેન્દ્ર મોદીની વાત નથી.એ ધર્મની પણ વાત છે.આપણે જે રીતે Çધ્ધા દર્શાવી છે એનાથી લોકો સ્વચ્છતા માટે સજાગ થયા છે.એટલે હવે સવાલ એ થાય છે કે શું ભગવાનનું મહત્વ માનવજીવનથી વધારે છે ? આ માત્ર આપણો પ્રશ્ન નથી એ ભવિષ્ય માટેની ફિલસૂફીની પસંદગીનો પણ છે. નવી અને આકર્ષક વાસ્તવિકતાઓને ધ્યાને રાખી  વિશે  ગંભીર ચિંતન અને સમિક્ષા જરૂરી બની છે.

આપણે વિચારવું પડશે કે ધર્મ શું છે અને એનો આપણા માટે શું અર્થ છે.ધર્મ આપણો તારણહાર છે એવા ભ્રમનું તો કોવિડ –૧૯ના આગમન બાદ નિરસન થઈ ગયું છે.વર્તમાનમાં તો બધી બાબતો ગુંચવાઈ ચૂકી છે,અત્યારની પ્રથા પણ એક પ્રકારે સુપર સ્પ્રેડર બની છે અને જે તે સરકારો પણ પોતાના મતદારોથી હકિકતને છુપાવે છે.( એ પણ કંઈ નાનુંસુનું પાપ નથી. )

હવે જયોતિષો આવે છે.જો આપણે એમને પુછીશું કે આ મહામારીનો અંત કયારે આવશે,તો એમના બધા જવાબો ખોટા જ પડવાની પુરી શકયતા છે.કેમકે તેમની નજરમાં આ વાતની કોઈ પ્રાથમિકતા જ નથી.એ બધાને ટી.વી. પર ઘણો એર ટાઈમ મળે છે અને અખબારોમાં વધુ જગ્યા મળે એમાં જ રસ છે.આ સરકારતો જયોતિષને અભ્યાસક્રમમાં દાખલ કરી એને સંશોધનની બાબત બનાવવા માંગે છે.એને પણ વિજ્ઞાન ગણાવવા માંગે છે.ખરેખર તો એ લોકોના નાણાંનો દુરૂપયોગ જ ગણાશે,હકીકતમાં તો એ માત્ર સમય પસાર કરવાનો Çેષ્ઠ માર્ગ બનશે જે આપણા પૈકીના ઘણાં લાલચુઓને મુર્ખ બનાવવાની બાબત જ હશે.

હવે વારો આવે છે રામદેવ જેવા ત્રાસજનક લોકોનો.જો એવી વ્યકિત બીજા કોઈ શિષ્ટ સમાજમાં હોત તો એની સામે એક તરફ લોકો મૃત્યુ પામતા હોય એવા સમયે અફવાઓ ફેલાવવા અને જુઠ્ઠાણાઓ ચલાવવાના આરોપસર કામ ચલાવવામાં આવ્યું હોત,ધરપકડ થઈ હોત અને સજા પણ થઈ હોત.આપણાં કેન્દ્રીય મંત્રીઓ તો એના સેલ્સમેન તરીકે લોકો સમક્ષ આવે છે એટલે લોકોને પણ એવું લાગે કે એની વાતોમાં દમ છે.લોકો તંદુરસ્ત રહે એમાં એમનો રસ નથી પણ વોટ બેંકને ખુશ રાખવામાં છે.એટલે જ હજુ સુધી એની ધરપકડ થઈ નથી.આપણા પૈકી કેટલા વિજ્ઞાનને છોડીને સારવાર માટે રામદેવની ગોળીઓ લેશે ? કોણ આપણી આસપાસ બિમાર અને મૃત્યુ તરફ ધસી રહેલાઓને,આપણા મિત્રો કે પરીવારને સંભાળી શકશે ? આપણા પૈકી કોણ પોતાના બાળકોને એવી ગોળીઓ આપશે ?

આખરે તો આપણે અને આપણું લોકતંત્ર જ એના માટે જવાબદાર છે.મોદીજીને,કર્મને,કિસ્મતને કે નક્ષત્રોને દોષ દેવો સહેલું છે પણ સાચી જરૂર તો બધાએ સહિયારા આવીને વિચારવું પડશે કે આપણે કઈ રીતે જીવવું છે અને આપણા જીવનને કઈ દિશામાં લઈ જવું છે.એમ કરવા માટે આપણે વધુ સક્રિય બનવું પડશે સવાલો પુછવા પડશે,ચર્ચાઓ કરવી પડશે.આપણે સવાલો નથી કરતા એટલે આપણને ખોટી જાણકારી અને આંકડાઓ અપાયા છે,હવે બહું થયું. બગડેલા વેન્ટીલેટર્સ,પીએમ કેર ફંડ.લોકોને વેકસીન ઝડપથી મળે એનો નર્ણયિ પણ લેવાતો નથી.વેકસીનની ટ્રાયલોના પરીણામની રાહ જોવાય છે.

આરોગ્ય સુવિધાઓની ખસ્તા હાલત,ડોકટર્સની અછત,હોસ્પિટલોમાં બિછાનાની,ઓકિસજનની અછતને દોષ આપવો સહેલું છે,પણ હકિકત એ છે કે આપણે આવા પડકારોને પહોંચી વળે એવી સરકાર જ નથી પસંદ કરી. તાજેતરમા રેન્કીંગને જોતાં તો આપણે નરેન્દ્રભાઈથી ઘણાં ખુશ છીએ.ખરેખર એ સાચું હોય તો સારૂં જ છે. આ બધા માટે એમને દોષ ન આપી શકાય.આપણે જ જવાબદાર છીએ જે રીતે છેલ્લા થોડા વર્ષોથી ભારત ઘણી બાબતોમાં પાછળ રહી ગયું છે,પછી એ અર્થતંત્ર હોય,આઝાદી હોય,લોકતાંત્રિક વિરોધ હોય,બેરોજગારી હોય,ફુગાવો હોય,કાશ્મીર હોય,અયોધ્યાના જમીન ગોટાળા હોય કે ચીન સાથેનો લદાખમાં ચાલતો સંઘર્ષ હોય કે પછી આ કોવિડ જેવી આપત્તિ હોય.એમણે તો આ દેશ ખાડે જાય એવા એમનાથી બનતા બધા પ્રયાસો કર્યા છે.આપણા દેશનો માથાદિઠ જીડીપી બાંગ્લાદેશથી ઓછો હોય એવું કદી કોઈએ વિચાર્યું પણ હશે ?આપણે જ છીએ કે આ બાબતને અદ્દભૂત માનીએ છીએ,આ જ બાબત આપણા અને આપણા લોકતંત્રને મોટો કેસ સ્ટડી બનાવી દેવા માટે પુરતી છે.છતાં ય હજુ આનાથી પણ ખરાબ સ્થિતી આવી શકે છે એવું માનવાવાળા છે અને એ શકય પણ છે કેમકે હજુ આ સરકાર પાસે હજુ  સત્તાના બે વર્ષ બાકી છે.

લોકતંત્રમાં દેશ માત્ર વડાપ્રધાન પર બધુ છોડી દેવાનું હોતું નથી. આ તો દિવા જેવી ચોખ્ખી વાત છે.આ સમય સવાલો કરવાનો, આપણા માટે  ફરીથી વિચારવાનો છે કે આ દેશ કેવી રીતે ચાલે છે એમાં આપણી કોઈ ભુમિકા કેમ નથી? આપણને તો શ્રેષ્ઠ વહીવટની કલ્પના આપવામાં આવી હતી, પણ સવાલો પુછવાનું કામ તો આપણું જ હતું ને,કેમ આપણે આને માટે જવાબદાર લોકોને અને તંત્રને પકડતા નથી. આપણે આપણી ફરજ ચૂકી ગયા છીએ એટલે સિસ્ટમ આપણા માટે સવાલો છોડે છે.

આપણી અંદરના શ્રેષ્ઠત્વને ખરાબથી બચાવવાની આ ઉત્ક્રાન્તીની પ્રક્રિયા છે અને એ સહજ પણ છે,હવે એનો સમય પાકી ગયો છે.

NIDHEESH TYAGI

(આ લેખમાં વ્યક્ત થયેલા અભિપ્રાય લેખકના છે. તે વાઈબ્સ ઓફ ઇન્ડિયાના અભિપ્રાય કે મતનું પ્રતિબિંબ પાડતા નથી.) 

Your email address will not be published.