શાળાઓ ખુલતા જ કોરોનાનો હુમલોઃ ત્રણ રાજ્યોમાં 100થી વધુ બાળકો કોવિડ પોઝિટિવ

| Updated: November 24, 2021 6:30 pm

શાળાઓ ખુલ્યાને હજુ માંડ બે દિવસ થયા છે, એટલામાં તો બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાવાના સમાચારો સામે આવી રહ્યા છે.

શાળાઓ ફરીથી ખોલવાના નિર્ણયને કારણે કોરોનાએ ફરીથી ટેન્શન આપવાનું શરુ કરી દીધું છે. દેશની અનેક શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હજુ કોરોના દેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ થયો નથી અને સરકારે શાળાઓ ફરીથી શરુ કરવામાં ઉતાવળ કરી છે, જેનું પરિણામ નાના ભૂલકાઓને ભોગવવું પડી રહ્યું છે.

દેશના ત્રણ રાજ્યોમાં 100થી વધુ બાળકો પોઝિટિવ આવ્યા છે. જેમાં રાજસ્થાનના જયપુરમાં 11, તેલંગણામાં 28 અને ઓરિસ્સામાં 70 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

રાજસ્થાનના જયપુરની જયશ્રી પેડિવાલના 11 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને કારણે તાત્કાલિક ધોરણે આ શાળા બંધ કરવામાં આવી છે. ત્યારબાદ તેલંગાણાના ખમ્મમ જિલ્લાની સરકારી રેસિડેન્શિયલ શાળામાં રવિવારે 28 બાળકીઓ કોરોના પોઝિટિવ આવી હતી.

આ સાથે જ ઓરિસ્સામાં પણ સુંદરગઢ જિલ્લામાં સરકારી હાઈસ્કૂલની 53 બાળકીઓ કોરોના પોઝિટિવ આવી છે તેમજ બુર્લામાં 22 એમબીબીએસના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સારું છે અને સારવાર ચાલી રહી છે. પરંતુ ઓફલાઇન શિક્ષણના કારણે હજુ વધારે કોરોના વકરવાની શક્યતાઓ છે.

Your email address will not be published. Required fields are marked *