સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફાટ્યો કોરોના બોમ્બ, કટપ્પા પણ કોરોનાની ઝપેટમાં

| Updated: January 9, 2022 2:44 pm

દેશભરમાં કોરોના વાયરસના ચેપના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણા ફિલ્મ અને ટીવી સ્ટાર્સને કોરોનાનો ફટકો પડ્યો છે. જેમાંથી સાઉથ સિનેમા ઉદ્યોગ પણ બાકાત નથી. હાલમાં જ ટોલીવુડના પ્રિન્સ મહેશ બાબુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેઓ કોરોનાનો ભોગ બન્યા છે. મહેશ બાબુ બાદ બાહુબલીના લક્ષ્મી મંચુ, ત્રિશા કૃષ્ણન અને કટપ્પા સહિતના અનેક સ્ટાર્સ કોરોનાનો શિકાર બન્યા છે.

મહેશ બાબુ

ટોલીવુડ સુપરસ્ટર મહેશ બાબુ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.

લક્ષ્મી મંચુ

સાઉથની ફિલ્મ સ્ટાર લક્ષ્મી મંચુ પણ કોરોનાનો શિકાર બની છે. આ માહિતી અભિનેત્રીએ સોશિયલ મીડિયા મારફતે આપી હતી.

સત્યરાજ

અનુભવી ટોલીવુડ સ્ટાર અને બાહુબલીનના કટપ્પાને પણ કોરોનાનો ફટકો પડ્યો છે. ત્યારબાદ તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે સત્યરાજના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ત્રિશા કૃષ્ણન

તમિલ ફિલ્મ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ કોરોનાનો શિકાર બની છે. આની જાણ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા કરી હતી.

એસ. થામન

જાણીતા સંગીતકાર એસ. થામન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જે બાદ હાલ તે હોમ ક્વોરેન્ટાઇન છે.

Your email address will not be published.