ગુજરાતમાં કોરોનાથી 24 કલાકમાં 25ના મોત

| Updated: January 24, 2022 8:18 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13,805 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાના (corona cases) કારણે 25 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 4361 કેસ નોંધાયા છે. અને આજે રાજ્યમાં 13,469 દર્દી સાજા થયા છે. ગઇકાલે રાજયમાં કોરોના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 24 કલાકમાં કોરોનાના 16,617 કેસ નોંધાયા હતા. જયારે 19 લોકોના મોત થયા હતા.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજયમાં કોરોનાના (corona cases) સૌથી વધારે એક્ટિવ કેસ છે. મોટા ભાગના દર્દીઓ કોરોનાની હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. જયારે હવે હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 5 દિવસમાં 80 કેસથી વધીને 100 કેસ થયા છે. જેમાં કોરોનાના કેસ વધતા અસારવા સિવિલમાં એડમિશન રેશિયો વધ્યો છે. જેમાં હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 114 દર્દી દાખલ છે. જ્યારે આ દાખલ થયેલા દર્દીઓમાંથી 51 દર્દીઓએ કોરોના રસીનો એક પણ ડોઝ લીધો નથી. જ્યારે 21 દર્દીઓએ કોરોનાનો બીજો ડોઝ લીધો નથી.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના બ્લાસ્ટ

રાજયમાં કોરોના કેસ, દર્દી અને વેકસીનના આંકડા

રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 25 લોકોના મોત થયા છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13805 નવા કેસ
આજે 13,469 દર્દીઓ સાજા થયા

શહેરોમાં કોરોના કેસ
અમદાવાદ 4361
સુરત 1136
વડોદરા 2534
રાજકોટ 889
રાજ્યમાં એક્ટીવ કેસ 135148
આજે કોરોના વેક્સિનના 1.70 લાખ ડોઝ અપાયા
અત્યાર સુધી કુલ 9.65 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 23 જાન્યુઆરીના રોજ કોરોના કેસમાં ઘટાડો થયો હતો. અમદાવાદમાં કોરોનાના નવા 6191 કેસ નોંધાયા હતા. જો કે અમદાવાદમાં કોરોના કેસ પાછલા ચાર-પાંચ દિવસની સરખામણીએ ભલે ઓછા થયા હોય. પરંતુ રાજ્યમાં હજી પણ સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. જયારે રાજ્યમાં સૌથી વધુ 6 દર્દીઓના મોત પણ અમદાવાદમાં નોંધાયા છે.

Your email address will not be published.