ગુજરાતના માથે કોરોનાનું સંકટ: બે વર્ષમાં કોરોના વાયરસના કેસ 9 લાખને પાર થયા

| Updated: January 15, 2022 4:10 pm

ગુજરાતમાં ત્રીજી લહેરની શરુઆત થતા જ કોરોનાના કેસોમાં દૈનિક ઉછાળો જોવા મળી રહ્યો છે. બે વર્ષ પહેલા એટલે કે 9 માર્ચના રોજ કોરોના વાયરસનો ગુજરાતમાં પહેલો કેસ સામે આવ્યો હતો. જે હવે ધીમે ધીમે વધીને 9 લાખની પાર જતો રહ્યો છે. બીજી લહેરમાં કોરોનાએ લોકોની હાલક કફોડી કરી દીધી હતી. ત્રીજી લહેરમાં કોરોનાના કેસો સતત વધતા જ જઈ રહ્યા છે. દરરોજના 10થી વધારે કેસ સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કેસો 9 લાખથી પણ વધારે થઈ ગયા છે. બીજી લહેરમાં કોરોના વાયરસના કારણે હજારો લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા હતા અને ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી હતી. તો હવે ત્રીજી લહેરમાં કોરોના ફરી એકવાર હાહાકાર મચાવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં દૈનિક 10 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં 9 માર્ચ 2020ના કોરોનાના ફક્ત 2 કેસ જ હતા. જે હવે વધીને 9 લાખ જેટલા થયા છે. 10 મહિનામાં જ કોરોનાએ 1 લાખનો આંકડો પાર કરી દીધો હતો. તો બે મહિનામાં બે લાખ કેસ થયા હતા. જો કે, 2020ની 24 નવેમ્બરે 2 લાખ 409 કુલ પોઝિટિલ કેસ થયા હતા.

ગુજરાતમાં ચાર મહિનાની આસપાસે જ 3 લાખ પોઝિટિવ કેસનો આંકડો થયો હતો. 2021ની 28 માર્ચે 3 લાખ 866 કેસ થઈ ગયા હતા. આ દરમિયાન બીજી લહેરની શરૂઆત થઈ હતી. ત્યારબાદ રોજેરોજ કેસમાં જંગી ઉછાળો આવવા લાગ્યો હતો. 3 લાખથી 4 લાખના કુલ પોઝિટિવ કેસ થતાં 21 દિવસનો સમય લાગ્યો હતો. 18 એપ્રિલે 4 લાખ 4 હજાર 561 થયા હતા. 4 લાખથી 5 લાખના કેસ થતાં માત્ર 10 દિવસનો સમય લાગ્યો હતો. 26 એપ્રિલે જ 5 લાખ 10 હજાર 373 થઈ ગયા હતા. 4થી 5 લાખના કેસ થવામાં રોજરોજ સરેરાશ 10 હજાર કેસ રહ્યા હતા.

Your email address will not be published.