અમદાવાદમાં કોરોના કેસ વધતા તંત્ર એલર્ટ, ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ

| Updated: June 13, 2022 3:59 pm

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. વધી રહેલા કેસને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ થઈ ગયું છે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે લોકોને વિનંતી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. માસ્ક પહેરવાો, સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલ માસ્ક મામલે દંડ વસુલવાનું કોઈ આયોજન નહિ, પરંતુ વધતા કેસને જોતા કોઈપણ સમયે પુનઃ દંડ શરૂ થઈ શકે છે. ગત સપ્તાહે તંત્રને નાગરિકોને માસ્કના ઉપયોગ બાબતે મીડિયા મારફતે વિનંતી કરી હતી.

અમદાવાદમાં કોરોના કેસ વધતા ભીડભાડ વાળી જગ્યાઓ જવાબદાર હોઈ શકે છે. જેમાં ખાસ કરીને મોલ-મલ્ટીપ્લેક્સ, બગીચા સહિતની જગ્યાઓ પર AMCનું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. એટલે જો તમે અત્યાર સુધી માસ્ક ના પહેરતા હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ હવે ઘરેથી શોધીને ફરી પહેરવાનું શરૂ કરી દેજો. અથવા તો ના હોય તો નવું ખરીદી લેજો, નહીં તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓ બાદ કોરોના વાયરસના કેસ વધતા તંત્ર ફરી એકવાર હરકતમાં આવી ગયું છે. ત્યારે લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલનન કરાવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. જે પણ વ્યક્તિ હવે માસ્ક વિના ફરતો દેખાશે તો તેઓની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. કેસો વધતા શહેરની તમામ ભીડભાડ વાળી જગ્યા પર કોરોના ટેસ્ટિંગ ડોમ પણ ઉભા કરી દેવામાં આવ્યા છે.

Your email address will not be published.