ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાથી બે બાળકોના મોત, તંત્ર ઉંધા માથે થયું

| Updated: January 24, 2022 3:34 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કેસ વધતા તંત્રમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે. તો બીજી બાજુ બાળકોમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરત અને વડોદરામાં કોરોના વાયરસના કારણે બાળકીના મોત થતા તંત્ર ઉંધા માથે થયું છે.

અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ફરી એકવાર વધી રહેલા કેસને લઈ પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. કોરોનાની ચપેટમાં હવે ધીમે ધીમે બાળકો પણ આવી રહ્યા છે. બાળકોમાં કોરોના પોઝિટિવ આવતા માતા પિતામાં ભારે ચિંતા જોવના મળી રહી છે. ત્યારે આજે સુરત અને વડોદરામાં બાળકના કોરોનાથી મોત થયા છે.

સુરતમાં 6 મહિનાની બાળકી કોરોનાની ચપેટમાં આવી હતી જેનું આજે મૃત્યુ થયું છે. બાળકીના માતા પિતા કોરોના સંક્રમિત હતા જેથી તેઓનો ચેપ બાળકીને લાગ્યો હતો. તો બીજા કિસ્સામાં વડોદરામાં ત્રણ વર્ષના બાળકીનું કોરોનાથી મોત થયયું છે. આ બાળકી પહેલાથી મેલેરિયા જેવા રોગથી પીડાય રહી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જયા બાળકીનું આજે સારવાર દરમિયાન મોત થતા માતા પિતામાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, 6 માસની બાળકી મોતને ભેટી છે. હાલના સમયમાં કોરોનાથી બાળકના મોતનો પહેલો કિસ્સો છે. બાળકીને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રીશન મળતું ન હતું અને તેને કોરોના થયો હતો. હોસ્પિટલમાં કોરોનાના દર્દીએ ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. બીજુ કોઈ જાતનું જોખમ લેવું જોઈએ નહિ. બાળકોને પૂરતું પોષણ મળતું રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. બાળકોમાં મોટાભાગે કોઈ તકલીફ આવતી નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂરી છે. પૂરતો ખોરાક અને પ્રવાહી લેવું ખૂબ જરૂરી છે. મોટાભાગના બાળકોમાં લક્ષણો પણ જોવા નથી મળતા. હાલ આરોગ્ય વિભાગનુ મુખ્ય ફોકસ ગ્રામિણ વિસ્તાર છે.

તમને જણાવી દઈએ કે, ગત છેલ્લા 24 કલાકમાં 16617 કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 8,8194 કેસ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગત શહેરમાં વધુ 27 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા હતા.

Your email address will not be published.