જામનગરમાં કોરોનાથી યુવાનનું મોત, લોકોમાં ભયનો માહોલ

| Updated: January 12, 2022 1:21 pm

રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં 30 વર્ષીય યુવાનનું કોરોનાથી મોત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવાનનો પીએમ કરાતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં ગત 82 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં એક યુવાનનું મોત થતા લોકોમાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. આ યુવાનને પીએમ માટે લઈ જતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેના અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યા.

આ યુવાનને એક સપ્તાહ પહેલાં સખત શરદી અને ઉધરસ થઈ હતી. જેથી તેના શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. તે સામાન્ય શરદી સમજી દવા લીધી હતી અને દવા પી તે ઘરે આરામ કરી રહ્યો હતો. જયારે ગત બુધવારના દિવસે તેના મોટા ભાઈએ તેને ઉઠાડતા તે ઉઠ્યો ન હતો. જેથી તેને ભેબેના હાલતમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જયા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે હોસ્પિટલમાં તેના પરિવારનું નિવેદન લેતા જણાવ્યું કે, તેને તીવ્ર તાવ-શરદી હતી જેથી તે દવા લઈ સુઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે સરકારની ગાઈડલાઈન પ્રમાણે યુવાનનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Your email address will not be published.