અમદાવાદની શાળામાં કોરોનાની એન્ટ્રી, તંત્ર ઉંધા માથે થયું

| Updated: May 12, 2022 6:59 pm

અમદાવાદમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસો વધતા જોવા મળી રહ્યા છે. થોડાક દિવસો પહેલા શહેરની એનઆઈડી કેમ્પસમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે વેજલપુરની ઝાયડ્સ શાળામાં બે વિદ્યાર્થીઓ કોરોના પાઝિટિવ આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે.

અમદાવાદની વેજલપુરની ઝાયડ્સ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાની સાથે જ શાળાને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે અે સાવચેતીના પગલે લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. જો રે, શાળામાં આજથી જ ઉનાળું વેકેશન પણ જાહેર કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, પાછા કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે.

તાજેતરમાં જ એનઆઈડી કેમ્પસમાં 40 જેટલા લોકો પોઝિટિવ આવ્યા હતા. રાજયમાં કોરોના ફરી એકવાર માથું ઉચકી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ગત રોજ રાજયમાં કોરોના વાયરસના 30 કેસ સામે આવ્યા હતા અને તેમાથી 19 કેસ તો માત્ર અમદાવાદના જ હતા.

Your email address will not be published.