કોરોના: માણેકચોકના ખાણીપીણી બજારમાં નિયમપાલનના ધજાગરા ઉડતા અધિકારીઓ ત્રાટક્યા, માસ્ક વગરનાને દંડ

| Updated: January 7, 2022 9:43 am

અમદાવાદ શહેરનો પ્રખ્યાત વિસ્તાર માણેકચોક જ્યાં સાંજના સમયે ખાણીપીણી માટે લોકોની ભીડ ઉમટી પડે છે.માટે બુધવારે રાત્રે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારીઓએ માસ્ક વગર જોવા મળતા લારી ગલ્લા વાળાઓને દંડ ફટકાર્યો હતો.

એએમસીના અધિકારીઓ કાલે રાત્રે માણેકચોક પહોચી ગયા હતા અને માણેકચોકની ભીડ જોઇને લારી ગલ્લાઓવાળાના કોરોનાના રિપોર્ટ કર્યા હતા જે રિપોર્ટ હજુ આવવાના બાકી છે.આની પહેલા પણ મંગળવારના રોજ માણેકચોકમાં માસ્ક વગર જોવા મળતા લોકોને દંડ ફટકાર્યો હતો.

પરંતુ કેસની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળતા ગઈકાલ રાત્રે લોકોની ભીડ ઓછી જોવા મળી હતી.માણેકચોકમાં વધારે ભીડ થતી હોવાથી કોર્પોરેશનના અધિકારીઓ માણેકચોકમાં જઈને માસ્ક વગર ફરતા લોકો તેમજ લારીગલ્લાવાળા પર રૂપિયા 1000નો દંડ ફટકાર્યો હતો.

જે ગ્રાહક માસ્ક વગર દેખાઈ તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો હતો.બીજા દિવસે એએમસીના સભ્યોએ આવીને માસ્ક વગર ફરતા લોકોના કોરોના રિપોર્ટ કર્યા હતા.તેમજ કોર્પોરેશનના અધિકારીઓ સ્ટાફ સાથે આવીને દરેક લારી પર કામ કરતા ત્રણથી ચાર કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા.

Your email address will not be published. Required fields are marked *