સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી કોરોનાઃ સંસદ ભવનમાં 400, રેલવે મંત્રાલયમાં 127 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

| Updated: January 10, 2022 1:43 pm

કોરોના કેસમાં સતત આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે જ અનેક નેતાઓ અને અભિનેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે.આ સાથે જ એક સાથે સંસદ ભવનમાં 400થી પણ વધુ કર્મચારીઓને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે.તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં કોવિડથી સંક્રમિત થયેલા જજોની સંખ્યા પણ ત્રણ દિવસમાં બમણી થઈ ગઈ જોવા મળી છે.રેલ્વે મંત્રાલયમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 127 રેલવે અધિકારી-કર્મચારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.

સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.દેશની રાજધાની દિલ્હીથી લઇ મુંબઈ સહિત ઘણા રાજ્યોમાં કોવિડ-19 બેકાબૂ બની રહ્યો છે.અને તેની સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે તે એક સરકારનો પણ ચિંતાનો વિષય છે.વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા કોરોના ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે પરંતુ આમ છતા, કોરોના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: અમરેલી પોલીસે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી દારુની ભટ્ટીઓ પકડી પાડી

સંસદ ભવનમાં જબરદસ્ત કોરોના વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે.અને તેની સાથે જ અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

Your email address will not be published.