અમદાવાદમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. સરકાર દ્વારા તમામ મોટા કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. તારીખ 7 જાન્યુઆરીના રોજ કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર થશે તેમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી રાત્રિ કફર્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. ગત રોજ એકીસાથે 1600 જેટલા કોરોનાના કેસ સામે આવતા પ્રજામાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. કોરોના મહામારીને જોતા સરકાર આવતીકાલે નવી ગાઈડલાઈન જાહરે કરશે તેમાં કફર્યૂના સમયથી લઈને ધંધા રોજગારના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. જો કે, હાલ રાજયમાં નાઈટ કફર્યૂનો સમય 11 વાગ્યાનો છે જે હવે 9 વાગ્યાનો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આજે સરકાર દ્વારા ગુજરાત વાઈબ્રન્ટ સમિટ, કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો ને રદ્દ કરવા માટેનો એક મોટો નિર્ણય કર્યો છે. આજે સાંજ સુધીમાં સરકાર નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરશે. આ નવી ગાઈડલાઈનમાં કડક નિયમો લાગુ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત 3350 કેસ સામે આવતા તંત્ર ઉંધા માથે થયું હતું. છેલ્લા 24 કલાકમાં 3350 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 236 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. તો કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. કોરોનાની સાથે ઓમિક્રોનના પણ 50 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 1637 કેસ નોંધાતા લોકોમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે.