અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓ બાદ કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેન્ડ પર ટેસ્ટિંગ ઉભા કરી દીધા છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત તમામ હોસ્પિટલોમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના સૌથી ગીચ એવા ગીતા મંદિર એસટી સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોનાના કેસ વધતા ફરી એકવાર ટેસ્ટિંગ ડોમ ઉભા કરી દેવામાં આવ્યા છે. પહેલા જ દિવસે 70થી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે તમામ લોકોનો રિપોર્ટ હવે આવશે. આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ કહ્યું કે, વધતા જતા કેસને ધ્યાને રાખી હાલ બે સ્થળ પર ટેસ્ટિંગ ડોમની વ્યવસ્થા કરી છે. કેસ વધશે તો શહેરમાં ડોમની સંખ્યા પણ ચોક્કસથી વધશે અને ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે.
તકેદારીના ભાગરૂપે મ્યુનિ. સંચાલિત એસવીપી, એલ.જી. શારદાબેન સહિતની હોસ્પિટલમાં આવતા અઠવાડિયાથી માસ્ક ફરજિયાત કરવા મ્યુનિ.માં વિચારણા શરૂ થઈ છે. કોરોનાના દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાય તો હાલ એસવીપીમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરી છે. પહેલી અને બીજી લહેરની જેમ કોરોના વિસ્ફોટ થાય તો અન્ય મ્યુનિ. હોસ્પિટલોમાં કોરોના વોર્ડ ઊભા કરવાનું પ્લાનિંગ ચાલે છે.
કાલુપુર સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ માટે ફરીથી બૂથ શરૂ કરાયું છે. બુધવારે હેલ્થ કર્મીઓએ ટેસ્ટિંગ માટે રીતસર લોકોને બોલાવવા પડ્યા હતા. એક પેસેન્જરે કહ્યું કે, ના મારે કોઈ ટેસ્ટ કરાવવો નથી