સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ -2ના વિકાસ માટે કોર્પોરેશન GSFS પાસેથી 350 કરોડની લોન લેશે.

| Updated: April 6, 2022 3:04 pm

ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ સર્વિસ પાસેથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેંટ કોર્પોરેશન રિવરફ્રન્ટના ફેઝ 2 ના કામ માટે 350 કરોડની લોન લેશે. લોન લેવા માટે રિવરફ્રન્ટ કોર્પોરેશન એએમસીને માધ્યમ બનાવશે. લોનની ગેરેંટી એએમસી લેશે. રિવરફ્રન્ટ કંપનીએ અત્યારસુધી કોર્પોરેશન પાસેથી 2094.27 કરોડ લોન પેટે લીધા છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સ્થાપના શહેરના નાગરિકોના મનોરંજનના સાધનો ઊભા કરવા માટે કરવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ડેવેલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે 1997માં સ્વાયત કંપનીની સ્થાપના કરી હતી.. છેલ્લા 20 વર્ષથી સાબરમતી રિવરફ્રન્ટનું કામ અત્યંત ધીમીગતિએ ચાલી રહ્યું છે જે પૂરું થવાનું નામ નથી લેતું. હાલમાં SRFDCL પાસે પૂરતી આવક ન હોવાથી એએમસી દ્વારા પ્રોજેક્ટ ના નિર્વાહ માટે માસિક રૂપિયા દસ કરોડ અપાશે.

રિવરફ્રન્ટના ફેઝ-2 ના વિકાસ માટે અંદાજે 1200 કરોડનો ખર્ચનું બજેટ

એક તરફ વિભિન્ન ક્ષેત્રના કોન્ટ્રાકટરોએ કરેલા કામોના 800 કરોડ રૂપિયા આપવાના બાકી છે અને બીજીબાજુ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પૈસાની અછત છે. વિપક્ષે વિરોધ કરતાં જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અમદાવાદના નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ માટે પૈસા નથી જ્યારે મનોરંજનને લગતા પ્રોજેક્ટ એવા રિવરફ્રન્ટના પ્રોજેક્ટ માટે માસિક રૂપિયા 10 કરોડ આપશે. રિવરફ્રન્ટના ફેઝ-2 ના વિકાસ માટે અંદાજે રૂપિયા 1200 કરોડનું બજેટ આપ્યું છે. તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GSFS પાસેથી 350 કરોડની લોન લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ લોન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાશે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પાસે પૂરતી આવક ન હોવાથી આ લોન નો બોજો મ્યુનિસિપલ કોર્પોરેશન પર આવશે. અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોજેક્ટ ખર્ચ અને નિર્વાહ ખર્ચ મળીને કુલ 2533.79 કરોડ આપ્યા છે. જેને લીધે આ લોન લેવાના પ્રસ્તાવ પર કોંગ્રેસે વિરોધ કર્યો છે.

Your email address will not be published.