આંબાવાડીના વેપારી ક્વેક એપ્લિકેશન મહિલા સાથે ફ્લર્ટ કરવા ગયા અને હની ટ્રેપમાં આવી 2.70 લાખ ગુમાવ્યા

| Updated: August 5, 2022 8:41 pm

મહિલાના ઘરે જઇ વેપારીએ દુષ્કર્મ આચર્યું અને બે લોકોએ આવી પૈસા પડાવી લીધા

અમદાવાદ,
આંબાવાડી વિસ્તારમાં વેપારી એક મહિલાનો ક્વેક ક્વેક નામની એપ્લિકેશનથી નંબર મેળવી ફ્લર્ટ કરવા ગયો અને હની ટ્રેપમાં ફસાયો હતો. વેપારી મહિલાના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મકાન પર દુષ્કર્મ આચર્યું અને અમુક લોકોએ આવી તેની પાસે 2.70 લાખ પડાવી લીધા હતા. દુષ્કર્મના કેસમાં ન ફસાઇ જવા માટે વેપારીએ પૈસા આપ્યા હતા. વધુ પૈસાની માંગણી કરતા આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કવિતા, રમેશ અને અન્ય એક શખસ સામે ફરિયાદ નોધાવી હતી.

આંબાવાડી વિસ્તારમાં સુમધુરભાઇ હેરીટેજ અપોલો હોસ્પિટલ ખાતે રાજેન્દ્ર જૈન(ઉ.30) પરિવાર સાથે રહે છે. અસારવા ઇદગાહ સર્કલ ટ્રેડ લીંકર્સ નામે દુકાન ધરાવે વેપાર કરે છે. મોબાઇલ સોશિયલ મિડીયા મારફતે ક્વેક ક્વેક નામની એપ્લિકેશન મારફતે કવિતા નામની છોકરી સાથે સંપર્ક થયો હતો. તેની સાથે મિત્રતા થઇ હતી. બાદમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાતો થઇ હતી. દરમિયાનમાં 12 દિવસ અગાઉ ઘરનું લોકેશન આપી વેપારીને ઘરે બોલાવ્યા હતો. ચાંદખેડા મહિલાને ઘરે વેપારી ગયા કોફી પી વાતો કરી હતી બાદમાં નિકળી ગયા હતા. 28મી જુલાઇના રોજ મેસેજ આવ્યો હતો કે, કાલે તમે આવો મારા પતિ સુરત જાય છે. 29મીના બપોરે વેપારી કવિતાને મળવા માટે ઘરે ગયા હતા. દરમિયાનમાં વેપારીએ મહિલા સાથે બેડરુમમાં શારિરીક સબંધ બાધ્યા હતા. ઘરનો દરવાજો બંધ હોવા છતાં કોઇ અજાણ્યો રમેશ નામનો શખસ ઘરમાં આવી ગયો હતો. વેપારીને મારવા લાગ્યો અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગ્યો હતો. રમેશે મોબાઇલ ફોન લઇ લીધો અને પાંચ લાખ આપ નહી તો દુષ્કર્મના કેસમાં ફસાવી દઇશ તેવી ધમકી આપી હતી. બાદમાં રમેશે બધાને બહાર કાઢી જણાવ્યું કે, તુ મને 70 હજાર આપ હું પતાવી દઉં છું. આમ પેટીએમ અને યુપીઆઇઆઇડી દ્વારા 70 હજાર મેલવી વેપારીને જવા દીધો હતો. બાદમાં બીજા શખસે ચર્ચા કરવા બોલાવ્યો અને બે લાખની માંગણી કરી હતી. બાદમાં બે લાખ ઓન લાઇન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ ટોળકીએ જવા દીધો હતો. બાદમાં 1 ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો કે, તુ ડર મત તેરા મેરે પાસ સેવ હૈ મે વકીલ હું તુ બાર બાર ડર ક્યુ રહા. બાદમાં ફરી પૈસાની માંગણી કરી હતી. આમ વધુ પૈસાની માંગમી કરી હતી. જેથી વેપારી ડરી ગયો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.