ભુજમાં પોલીસે નકલી ચલણી નોટોનો પર્દાફાશ કર્યો, પાંચની ધરપકડ

| Updated: January 22, 2022 2:01 pm

ભુજમાં નકલી ચલણી નોટો અને નકલી સોનાના બિસ્કિટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા બદલ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં વિવિધ મૂલ્યોની 1700 નકલી ચલણી નોટો અને 115 નકલી સોનાના બિસ્કિટ સાથે અનેક દસ્તાવેજો, વાહનો અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. પાંચ આરોપીઓ જેમાં દિલાવર કક્કલ, હાજી કક્કલ, અકબર સુમરા, જાવેદ બલોચ અને અમીના કક્કલ જે ભુજના જ રહેવાસી છે.

કચ્છ ભુજ લોકલ ક્રાઈમની ટીમે ભુજના ગાંધીનગરમાં રેલવે ક્રોસિંગ પર એકતા ફર્નિચરના શો રૂમ પાસેના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આરોપીઓ લોકોને છેતરવા માટે નકલી ચલણી નોટો સાથે અસલી ચલણી નોટોની મિલાવટ કરી રહ્યા હતા. તેઓ સોનાના બિસ્કિટ જેવા સોનેરી રંગના પિત્તળના બિસ્કિટ પણ વેચતા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓના ઘરમાંથી 115 નકલી બિસ્કિટ અને છરી, તલવાર જેવા હથિયારો સાથે રૂ. 100, 200 અને 2,000 જેવી વિવિધ મૂલ્યોની 1,700 નકલી નોટો મળી આવી છે.

જયારે પોલીસ આ આરોપીઓની ધરપકડ કરવા માટે પહોંચી ત્યારે ઘરમાં સાત આરોપીઓ ગાજર હતા. આ આરોપીઓએ પોલીસ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. જો કે, હુમલા દરમિયાન પોલીસ જપ્તામાંથી બે આરોપીઓ નાસી છુટવામાં સફળ બન્યા હતા અને પાંચની ધરપકડ કરી હતી. પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાના ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે તમામ આરોપીઓ સામે IPC 489A અને 489C હેઠળ, 406 ફોજદારી ભંગ બદલ વિશ્વાસ અને 420 છેતરપિંડી માટે ગુનો નોંધવામાં આવ્યો છે.

Your email address will not be published.