પટણાઃ બિહારમાં રાજકારણમાં ફરીથી તખ્તા પલટના એંધાણ મળ્યા છે. મુખ્યપ્રધાન નીતિશકુમારે તેમના ધારાસભ્યોને આગામી 72 કલાક સુધી રાજધાની પટણા ન છોડવા આદેશ આપ્યો છે. સીએમના ફરમાનના બદલે બિહારમાં રાજકીય હોબાળો મચી ગયો છે.
મુખ્યમંત્રી નીતિશકુમારની સક્રિયતા જોતા બિહારના રાજકારણમાં ચોક્કસ ઉથલપાથલ થવાની છે. આ અંગે એવું ચર્ચાવવા લાગ્યું છે કે શું નીતિશકુમાર ફરીથી ભાજપથી અલગ થઈ સરકાર બનાવવાનું આયોજન રચી રહ્યા છે. આ અંગે માનવામાં આવી રહ્યું છે કે આ બધા પ્રશ્નોનો જવાબ આગામી 72 કલાકમાં મળી શકે છે. પણ બિહારના રાજકારણમાં ગમે ત્યારે ગમે તે બની શકે છે તે હકીકત છે.
હજી એક દિવસ પહેલા જ નીતિશકુમારે પક્ષની કચેરીએ પોતાના પ્રધાનો, મંત્રીઓ અને ભૂતપૂર્વ ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. તેના પછી નીતિશકુમારને લાલુપ્રસાદ યાદવને ત્યાં પડેલા દરોડા અંગે જણાવાયું હતું કે જેણે દરોડા પાડ્યા તે જ તેનો જવાબ આપશે. નીતિશના આ નિવેદનને લાલુપ્રસાદને ત્યાં પડોલા દરોડા માટે ભાજપને જવાબદાર ગણાવતા નિવેદન તરીકે જોવાય છે.
બિહારના રાજકારણનો ઘટનાક્રમ જોઈએ તો છેલ્લા બે મહિનામાં એવા ત્રણેક પ્રસંગ થયા છે જ્યારે મુખ્યમંત્રી નીતિશકુમાર અને તેજસ્વી યાદવ એકસાથે જોવા મળ્યા છે. આ મુલાકાતમાં બંને નેતાઓ એકબીજા સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા.આ અગાઉ પણ ઘણી વખત ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને તેજસ્વી યાદવ તરફથી નીતિશકુમારને ઇફતાર પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ મળતું રહ્યું છે. પણ તેઓ ક્યારેય સામેલ થવા જતાં ન હતા. આ વખતે નીતિશકુમાર તેમને ત્યાંની ઇફતાર પાર્ટીમાં જોડાયા હતા.
બીજી બાજુ લાલુ યાદવની પાર્ટી (આરજેડી)એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કેન્દ્ર સરકાર પોસ્ટર યુદ્ધ શરૂ કરી દીધું છે. જ્યારે નીતિશકુમાર વિધાનસભ્યોને રાજધાનીમાં જ રહેવા કહી રહ્યા છે.