આઈપીએલની ચાલુ મેચ દરમિયાન એક કપલ સ્ટેડિયમમાં ખુલ્લામાં કિસ કરતા નજરે ચઢ્યા હતા. શનિવારે દિલ્હી સામે રમાયેલી મેચમાં શુભમન અને ફર્ગ્યુસનના પ્રદર્શન સિવાય કિંસિગ કરતું કપલ પણ ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં આમની તસવીરો વાઈરલ થઈ રહી છે. ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
IPLમાં કેમેરામેન મેચ સિવાય પણ ફેન્સના વિવિધ પ્રતિક્રિયાઓને ટીવી પર દર્શાવતો હોય છે. તેવામાં હવે મિસ્ટ્રી ગર્લની સાથે એક કપલ પણ વાઈરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દિલ્હીની મેચ દરમિયાન મેદાનમાં એક કપલ કિસિંગ કરતું જોવા મળ્યું હતું. જેમાં સોશિયલ મીડિયા પર ફેન્સ અવનવા મિમ્સ શેર કરી આ ઘટનાને રજૂ કરી રહ્યા છે.









