આર્યનની જામીન અરજીની સુનાવણી ટળીઃ જેલમાં રાત ગાળશે

| Updated: October 13, 2021 6:06 pm

ક્રૂઝ પરથી ડ્રગ્સ પકડાવાના કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને હજુ જામીન નથી મળ્યા. આર્યનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે. શાહરુખના પુત્રે હજુ એક રાત જેલમાં ગાળવી પડશે.

ડ્રગ્સ કેસમાં આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં આજે દલીલ કરી હતી કે આર્યનને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. એનસીબીએ બુધવારે કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. એનસીબીએ દલીલ કરી હતી કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ નથી મળ્યા છતાં તે આ પ્રકરણમાં સામેલ છે.

આર્યન ખાન સામે પ્રતિબંધિત પદાર્થો ખરીદવાનો આરોપ છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે અરબાઝ મર્ચન્ટ પાસેથી કેફી પદાર્થ મળી આવ્યો હતો. તેનું કહેવું છે કે આર્યન પોતાના મિત્ર અરબાઝ પાસેથી ડ્રગ્સ મેળવતો હતો અને તેના વિતરણમાં તેની ભૂમિકા હતી.

કોર્ટમાં એનસીબી તરફથી એડવોકેટ શેઠના હાજર થયા હતા. શેઠના અને આરોપી અચિત કુમારના વકીલ અશ્વિન થૂલે વચ્ચે ભારે દલીલો થઈ હતી. એનસીબીએ જણાવ્યું કે આર્યન અને વિદેશી નાગરિક વચ્ચેના ચેટિંગ અને હાર્ડ ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો મળી આવ્યો હતો.

Your email address will not be published. Required fields are marked *