યુવરાજસિંહ જાડેજાને જ્યૂડિશિયલ કસ્ટડીનો કોર્ટનો આદેશ

| Updated: April 6, 2022 7:18 pm

આંદોલનકારી નેતા યુવરાજસિંહ જાડેજાની મંગળવારે પોલીસ પર હુમલો કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ પર પોલીસ સાથે ઝપાઝપી કરવા, પોલીસને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કરવા તેમજ ફરજમાં રુકાવટ કરવાનો આરોપ છે. આ મામલે આજે યુવરાજને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે યુવરાજને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. કોર્ટના હુકમ બાદ યુવરાજસિંહ જાડેજાને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરમાં સચિવાલય ગેટ પાસે રસ્તો બ્લોક કરીને બેઠેલા 55 જેટલા વિદ્યા સહાયકોની પોલીસે અટકાયત કરી હતી. તે લોકોની અટકાયત બાદ તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ તાલીમ કેન્દ્રમાં રાખી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હતી. આ દરમિયાન ત્યાં આવેલા યુવરાજે વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. ઝપાઝપી દરમિયાન તેણે પોલીસને ધક્કો મારીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. યુવરાજ પોતાની કાર લઈને ભાગવા જતો હતો ત્યારે પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેણે ઉભા રહેવાના બદલે પોલીસ પર પોતાની ગાડી ચડાવી દીધી હતી. આ ગુનાસર તેની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે આજે યુવરાજને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે યુવરાજને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. કોર્ટના હુકમ બાદ યુવરાજસિંહ જાડેજાને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે.

Your email address will not be published.