વાપીમાં સીઆર પાટીલની જાહેરાત : રાજ્યમાં “એક દિવસ, એક જિલ્લો” યોજના લાવશે અમલમાં

| Updated: November 21, 2021 4:48 pm

વાપીમાં ભાજપનો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં સીઆર પાટીલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક  આખો દિવસ એક જિલ્લા માટે  ફાળવશે.

વાપીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભાજપ દ્વારા હવે એક દિવસ એક જિલ્લો નામની એક નવું  જ આયોજન કરવામાં આવ્યું હોવાનું સીઆર પાટીલે જણાવ્યું હતું. કાર્યકર્તાઓની સાથે પાર્ટીના અગ્રણીઓને પણ એક જૂથમાં રાખવા અને તેમના સમસ્યાઓ અને પ્રશ્નોને સાંભળવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક  આખો દિવસ એક જિલ્લા માટે  ફાળવશે તેમ જણાવ્યું હતું. સાથે જ વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપ 44 માંથી 44 બેઠક પર જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. 2022 વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનું રણનીતિ પૂર્વક આયોજન હોવાની પણ વાત કહી હતી.

(અહેવાલ :માનવ ઠાકોર)

Your email address will not be published. Required fields are marked *