બુધવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળને એક વર્ષ પૂરું થયું છે. જે નિમિત્તે એએમસી દ્વારા વાસણા રિવરફ્રન્ટ ખાતે 45,000 ચોરસ મીટર જમીન ઉપર 45 હજાર વૃક્ષો રોપાયા હતા.
ગત વર્ષે આ જગ્યાએ બાયોડાયવર્સિટી પાર્ક બનાવી ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી સિમેન્ટ કોંક્રીટના શહેરમાં જંગલનો આભાસ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટભાઈ, પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઇ શાહ તથા સંગઠનના હોદેદાર શ્રીઓ હાજર રહ્યા હતા.