બાબા સાહેબ આંબેડકરે જે રીતે બંધારણ ઘડયું છે કે કોઇની ઇચ્છા હોય તો પણ તેમા કોઇ ફેરફાર થઇ શકે નહી : CR પાટીલ

| Updated: January 26, 2022 4:33 pm

આજે દેશભરમાં 73માં ગણતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જો કે હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન પ્રમાણે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યમાં કાર્યકરો હાજર રહ્યા હતા.

સી.આર.પાટીલે ધ્વજવંદન કરી સંબોધન કરતા જણાવ્યું કે, આજના આ પ્રજાસત્તાક દિન ખુબ ઉત્સાહથી ઉજવાઇ રહ્યો છે. દેશને આઝાદી અપાવવા જે વિરપુત્રો શહિદ થયા છે જેમને પોતાની યુવાની જેલમાં વિતાવી છે,જેમને અંગ્રેજોનો જુલમ સહન કર્યો છે તેવા વિરોને આજે આપણે યાદ કરવા જોઇએ સાથે તેમના પરિવારને પણ યાદ કરવો જોઇએ કારણે કે તેમના યોગદાનને કારણે આપણા દેશને આઝાદી મળી શકી.

આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણો દેશ ઉભરી આવ્યો છે સૌથી મજબૂત લોકશાહી દેશ તરીકે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ .આજના દિવસે આપણા દેશનું બંધારણ બાબા સાહેબ આંબેડકરે જે રીતે ઘડયું છે કે કોઇની ઇચ્છા હોય તો પણ તેમા કોઇ ફેરફાર થઇ શકે નહી. આ બદલ ડો.બાબા સાહેબ આબંડકરજીનો પણ આભાર વ્યકત કર્યો હતો.

સી. આર. પાટીલે આજના દિવસે ખાસ સંકલ્પ લેવાનો આગ્રહ રાખ્યો કે, આપણા દેશને જે સ્વતંત્રતા મળી છે તેને ટકાવી રાખવા આપણે શહીદ થવુ પડે તો પણ આપણે તૈયાર રહેવું ,જે પણ જવાબદારી આવે તે નિષ્ઠાપુર્વક નિભાવીશું.

Your email address will not be published.